કેપટાઉન: ન્યૂલૈંડસમાં ત્રીજી ટેસ્ટના (Cape Town Test) બીજા દિવસે બુધવારે દક્ષિણ આફ્રિકાને 210 રનમાં આઉટ કર્યા પછી ભારતે બીજી ઇનિંગમાં (IND vs SA 3rd Test) બે વિકેટમાં 57 રન બનાવી ભારતને 70 રનની લીડ (Team india score in third test seires) મળેવી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલી (14) અને ચેતેશ્વર પૂજારા (9) ક્રીઝ પર હાજર છે. બીજી ઈનિંગમાં 13 રનની લીડ સાથે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કારણ કે, ઓપનર ફરી એકવાર નિષ્ફળ ગયા, જેના કારણે ભારતે માત્ર 24 રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી.
પૂજારા અને કેપ્ટન કોહલી આવ્યાં સાથે
આ પછી ત્રીજા અને ચોથા નંબરે સાથે આવી પૂજારા અને કેપ્ટન કોહલીએ ઇનિંગ્સને સંભાળી ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવ્યાં. આ દરમિયાન બંનેએ બેટ સાથે કેટલાક શાનદાર શોટ્સ પણ જોયા, ત્યાર બાદ બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 57 રન સુધી પહોંચી ગયો હતો. કેપ્ટન કોહલી (14) અને પુજારા (9)એ ક્રીઝ પર 69 બોલમાં 33 રનની ભાગીદારી કરી હતી. આ સાથે ભારતે દક્ષિણ આફ્રિકા સામે 70 રનની લીડ મેળવી લીધી છે.
પીટરસન અને ડૂસને સારી રમત રમી
બીજા સેશનમાં, દક્ષિણ આફ્રિકાના 100/3 બેટ્સમેન પીટરસન અને ડૂસને ભારતીય બોલરોનો ચતુરાઈથી સામનો કરી બન્નેએ ટીમ માટે ઝડપથી રન બનાવ્યા હતાં. આ પછી ફોર્મમાં રહેલો ટેમ્બા બાવુમા બેટિંગ કરવા મેદાને ઉતર્યો અને સારી ટક્કર આપી હતી, જ્યારે બીજા છેડે પીટરસને પણ તેની અડધી સદી પૂરી કરી નવ ચોગ્ગા ફટકાર્યા છે. બન્નેએ સાથે મળીને 97 બોલમાં 42 રનની ભાગીદારી કરી હતી, પરંતુ મોહમ્મદ શમીની એક ઓવરમાં બાવુમા અને કાયલ વેરેનને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દીધા, જેના કારણે ભારત મેચમાં પરત ફર્યું. આ પછી, બુમરાહએ દક્ષિણ આફ્રિકાને સાતમો ઝટકો આપ્યો, જ્યારે તેણે જેનસેનને 7 રનમાં જ ક્લીન બોલ્ડ કર્યો, કારણ કે બીજા સત્રમાં પ્રોટીયાજે 176/7 રન બનાવ્યા હતા. પીટરસન 70 રન બનાવીને હજુ પણ ક્રિઝ પર યથાવત છે.
ભારતને પ્રથમ દાવમાં 13 રનની લીડ હાંસિલ કરી