- ક્રિકેટ ચાહકો માટે એક મોટી ખુશખબર
- લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ
- ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) કરી રહી છે પ્રયાસ
ન્યૂઝ ડેસ્કઃ ટોક્યો ઓલિમ્પિક 2020ની સફળતા બાદ હવે દરેકની નજર આગામી ઓલિમ્પિક પર ટકેલી છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) વર્ષ 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે.
એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી
ICC દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાની પ્રક્રિયા માટે ગ્રુપ જવાબદાર રહેશે. આવી સ્થિતિમાં ક્રિકેટને ઓલિમ્પિક 2028, 2032 અને આગામી ઓલિમ્પિકમાં સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
માગ લાંબા સમયથી છે
નોંધવું જોઇએ કે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની માગ લાંબા સમયથી થઈ રહી છે. BCCI એ ભારત વતી એમ પણ કહ્યું છે કે, જો આવું થશે તો ભારત ચોક્કસપણે તેમાં ભાગ લેશે. હવે જ્યારે ટોક્યો ઓલિમ્પિક્સ 2020 સમાપ્ત થયા બાદ પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સૌની નજર ભવિષ્ય તરફ ટકેલી છે.