નવી દિલ્હી:હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (GT) ટીમ IPLની નવી સિઝનમાં નવા ડ્રેસમાં જોવા મળશે. જીટીએ નવી સીઝન માટે નવી જર્સી તૈયાર કરી છે. આ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું છે. તમામ ખેલાડીઓ નવી જર્સી પહેરીને સિઝનની શરૂઆત કરશે. ગુજરાત ટાઈટન્સે આઈપીએલમાં છેલ્લી સિઝનમાં જ પ્રવેશ કર્યો હતો. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સને હરાવીને ચેમ્પિયન બની હતી.
લખનૌ સુપર જાયન્ટ્સની પણ નવી જર્સી:ગુજરાત ટાઇટન્સ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સે પણ નવી જર્સી બહાર પાડી છે. IPL 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ યોજાશે. IPL 16 સીઝન 52 દિવસ ચાલશે. આ દરમિયાન 70 લીગ મેચો રમાશે. IPLમાં 18 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) મેચો રમાશે. ડબલ હેડર ડે પર પ્રથમ મેચ બપોરે 3:30 કલાકે અને બીજી મેચ સાંજે 7:30 કલાકે રમાશે. આઈપીએલની મેચો 10 શહેરોમાં યોજાશે. પ્રથમ વખત ગુવાહાટી અને ધર્મશાલામાં પણ મેચ યોજાશે.
IPL ની તૈયારીઓ: IPL માં ભાગ લઈ રહેલી 10 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે. ગ્રુપ બીમાં પંજાબ કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. લીગમાં તમામ ટીમો 14 મેચ રમશે. 14માંથી સાત મેચ હોમ ગ્રાઉન્ડ પર અને સાત વિરોધી ટીમોના ઘરઆંગણે રમાશે.