ગુજરાત

gujarat

ETV Bharat / sports

મીટિંગ છોડી કોહલીને મળવા પહોંચ્યા BCCIના અધ્યક્ષ - executive chairman

નવી દિલ્હીઃ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સી. કે. ખન્ના શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલી CEOની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તે વચ્ચે તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેને 30 મેથી શરુ થનારા વિશ્વ કપ માટે શુભકામનાઓ આપી હતી.

COA

By

Published : Apr 28, 2019, 11:00 AM IST

મહત્વું છે કે, કોહલી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રૉયલ ચેલેન્જર્સ બેંગલોરમાં કપ્તાન છે. રવિવારે ફિરોઝ શાહ કોટલામાં દિલ્હી કેપિટલ્સ અને કોહલીના બેંગલોરની મેચ હશે. તેથી કોહલી આ સમયે દિલ્હીમાં છે.

Tweet

ખન્નાએ મીડિયાની મીટિંગમાં ન આવવા અને કોહલી સાથે મુલાકાત કરવા અંગે કહ્યું, "હું આ અવસર પર કોહલી અને તેમની ટીમને વિશ્વ કપ માટે શુભકામનાઓ પાઠવવા માગતો હતો."

ખન્નાએ સવારે જ COAને એક મેઈલ લખ્યો હતો તેમણે મીટિંગમાં ન આવવા માટે પારિવારિક કારણોનો ઉલ્લેખ કર્યો હતો. ખન્નાનો આ મેઈલ સવારે 10:14 વાગ્યે મોકલવામાં આવ્યો હતો જ્યારે મીટિંગ 10:00 વાગ્યે શરૂ થઈ ગઈ હતી.

BCCIના મુખ્ય CEO રાહુલ ચૌધરીએ 21 એપ્રિલે જ ત્રણેય અધિકારીઓને મીટિંગ વિશે જણાવવામાં આવ્યું હતું.

BCCIના એક અધિકારીએ IANSને જણાવ્યું કે, ખજાનચી અનિરુદ્ધ ચૌધરીએ CEOને પહેલેથી જ જણાવી દીધું હતું કે તે મીટિંગમાં નહી આવે જ્યારે ખન્નાએ અંતિમ તબક્કા પર પારિવારિક કારણોનો ઉલ્લેખ કરી મીટિંગને અવગણી હતી.

ABOUT THE AUTHOR

...view details