ઈંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની બેટિંગમાં નબળાઈ ઉજાગર થઈ ગઈ હતી. ટીમની બેટિંગ કેપ્ટન ફાક ડુ પ્લેસિસ અને ક્વિટન ડી કૉક પર જ નિર્ભર છે. આ બંને સિવાય તેમની પાસે એવો કોઈ બેટ્સમેન નથી, જે કમાલ કરી શકે. તેમજ આ બંનેની જેમ રનનો ખડકલો કરી શકે. તેમજ ત્યાં સુધી કે જ્યા પૉલ ડયુમિની, હાશીમ અમલા જેવા અનુભવી બેટ્સમેનો પણ કમાલ દેખાડી શક્યા નહોતા.
ચોક્કસપણે ટીમએ બોલિંગમાં છેલ્લી મેચમાં સારી કામગીરી કરી હતી અને મહત્વપૂર્ણ સમયે પરત ફરીને ઇંગ્લેન્ડની ટીમને મોટા સ્કોર્સ સુધી પહોંચવાથી અટકાવી દીધી હતી. ડેલ સ્ટેન પ્રથમ મેચમાં રમ્યો ન હતો. આ મેચમાં પણ તે રમશે કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી. તે તો ફક્ત મેચના દિવસે જ જાણી શકાશે. સ્ટેન સિવાય દક્ષિણ આફ્રિકા પાસે કાગિસો રબાડા અને લુંગી નગિદી જેના બોલર્સ છે જેની બોંલિંગ ખતરનાક છે. આ બંને પોતાના દમ પર કોઈ પણ ટીમને સમેટવાની હિંમત રાખે છે. સ્પિનમાં ઈમરાન તાહિર બાંગ્લાદેશ માટે પરેશાની ઉભી કરી શકે છે.
તો બીજી તરફ બાંગ્લાદેશની વાત કરીએ તો તે પોતાના ખેલાડીઓની ઈજાની સમસ્યાને કારણે લડી રહી છે. તમીન ઈકબાલને કાંડામાં ઈજા થઈ હતી તેથી તે નેટ્સમાંથી પરત ફર્યો હતો. તેમના ઉપરાંત કેપ્ટન મુશર્રફ મુર્તઝાને પણ સ્નાયુની સમસ્યા છે. ભારત સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં તેમને આ સમસ્યા હતી. જો કે, મુર્તઝાએ કહ્યું હતું કે, તેને સારું છે અને તે પ્રથમ મેચમાં રમશે. ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાન પણ પિડલીમાં ઇજાની સમસ્યા સામે લડી રહ્યા છે.