ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાં કેસરી રંગની જર્સીમાં જોવા મળશે. જેનો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા નસીમ ખાને કહ્યુ કે, મોદી સરકાર સત્તા પર આવી છે, ત્યારથી ભગવા રાજકારણ શરુ થયું છે. રાષ્ટ્રઘ્વજનું સન્માન થવું જોઈએ પરંતુ અહી સરકાર દરેક વસ્તુને ભગવાકરણ તરફ લઈ જઈ રહી છે.
મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય એમએ ખાને કહ્યુ કે, મોદી સરકાર છેલ્લા 5 વર્ષથી દરેક વસ્તુને અલગ નજરથી દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે.
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબૂ આઝમીએ કહ્યું કે, " PM નરેન્દ્ર મોદી સમગ્ર દેશને કેસરી રંગમાં રંગવા માગે છે, પરંતુ રાષ્ટ્રઘ્વજને રંગ આપનાર મુસ્લિમ હતો. રાષ્ટ્રઘ્વજમાં અન્ય કલર પણ છે. તો માત્ર કેસરી જ કેમ ? રાષ્ટ્રઘ્વજના રંગમાં ટીમની જર્સી હોય તો સારું રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો કેસરી રંગ પર કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે કહ્યુ કે, કેસરી રંગ બૌદ્ધ ધર્મના ભિક્ષુકોના કપડા પણ છે. આ બહાદુરી અને વિજ્યનો રંગ છે. જેની કોઈને કોઈ મુશ્કેલી થવી જોઈએ નહી.