ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારત અને ન્યુઝીલેંન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચમાં બન્યો આ ખાસ રેકોર્ડ - new zeland

લંડન:  ICC વર્લ્ડ કપ-2019ના પ્રથમ સેમીફાઇનલ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમના મેચને ડિજીટલ પ્લેટફોર્મ પર સૌથી વધારે જોવામાં આવી હતી. જેને 2.53 કરોડ લોકોએ નિહાળી હતી. જેનો એક રેકોર્ડ સ્થાપીત થયો છે. આ પહેલા આ પ્લેટફોર્મ પર કોઇ પણ મેચને આટલા દર્શકોએ નિહાળી નહીં હોય.

ભારત અને ન્યુઝીલેંન્ડની વચ્ચે સેમીફાઇનલ મેચમાં બન્યો આ ખાસ રેકોર્ડ

By

Published : Jul 13, 2019, 1:43 PM IST

બ્રિટેનમાં આ મેચને ટીવી પરનુ સીધુ પ્રસારણને જોનારાની સંખ્યાનો આંકડો 2 કરોડ લોકો સુધી પહોંચી ગયો છે.

ICCએ એક નિવેદનમાં જણાવ્યું કે વર્લ્ડ કપમાં ગ્રુપ વચ્ચેની અને સેમીફાઇનલ મેચમાં ડિજીટલ દર્શકોના આંકડાની જાણકારી આપી છે. જેમાં એક ટીવી અને ડિજીટલ રેકોર્ડ બન્યો છે. જેમાં આ વર્લ્ડ કપ સૌથી વધુ નિહાળનાર ટુર્નામેન્ટમાંથી એક બન્યો છે.

ન્યુઝીલેંન્ડ વિરુદ્ધ રન આઉટ થતો મહેંન્દ્ર સિંહ ધોની

ICCના ડિજીટલ અને સોશિયલ પ્લેફોર્મ પર ગ્રુપના મેચ સમયે 2.6 અરબ લોકોએ વર્લ્ડ કપ સંબંધિત વીડિયોનો આનંદ ઉઠાવ્યો હતોં.

ICC ના મુખ્ય કાર્યકારી અધિકારી મનુ સ્વાહને જણાવ્યું કે, " અમે એ વાતથી ખુશ છીએ કે ICC વર્લ્ડ કપ વિશ્વમાં ટીવી અને ડિજીટલ પ્લેટફોર્મ પર સૌથી વધારે જોનારી ટુર્નામેન્ટમાંથી એક બની ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details