ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Cup: રણવીર સિંહ અને કોહલી મેદાનમાં ગળે મળ્યા.. - pakistan

સ્પોટ્સ ડેસ્ક: વિશ્વકપમાં ભારત પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો છે. આ મેચ નિહાળવા માટે બોલિવુડના સ્ટાર પણ મેનચેસ્ટર પહોંચી ગયા હતા. સેફ અલી ખાન ભારતીય ટીમને બ્લૂ જર્સીમાં સપોર્ટ કરવા પહોંચ્યો હતો. રણવીર સિંહ સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ ભારત મેચ જીત્યા બાદ વિરાટ કોહલીને શુભેચ્છા પાઠવતો જોવા મળી રહ્યો છે.

ડિઝાઈન ફોટો

By

Published : Jun 17, 2019, 10:25 AM IST

Updated : Jun 17, 2019, 2:18 PM IST

રણવીર સિંહના ફેન ક્લબમાંથી શેર થેયલા આ વીડિયોમાં મેચ પૂર્ણ થયા બાદ મેદાનમાં પહોંચીને વિરાટ કોહલીને ગળે મળીને શુભેચ્છા આપતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં રણવીર સિંહની તસવીરો સામે આવે છે, આ તસવીરોમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ, હરભજન સિંહ, સુનીલ ગવાસ્કર સાથે રણવીર સિંહ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

રણવીર સિંહ
હાર્દિક પાંડ્યા અને રણવીર સિંહ
Last Updated : Jun 17, 2019, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details