ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિશ્વકપમાં ભારતની આજે પ્રથમ મેચ, દક્ષિણ આફ્રિકા સામે થશે ટક્કર - cricket

ન્યુઝ ડેસ્કઃ વર્લ્ડ કપ-2019માં ભારતની આજે પહેલી મેચ રમાશે. દક્ષિણ આફ્રિકા સામેની આ મેચ ઈંગ્લેંન્ડના સાઉધમ્પ્ટન શહેરના બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ત્યારે આજની મેચમાં ભારતની ટીમ જીતની ભેટ આપે છે કે નિરાશ કરે છે એ માટે લોકોમાં ઉત્સુક્તા જોવા મળી છે.

વિશ્વકપમાં ભારતની આજે પ્રથમ મેચ, દક્ષિણ આફ્રિકા સાથે થશે ટક્કર

By

Published : Jun 5, 2019, 3:55 AM IST

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. વિશ્વકપમાં ભારતની આ પ્રથમ મેચ હોવાથી સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. છેલ્લી 5 મહત્વની ટૂર્નામેન્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકામાં સતત પછાડયુ છે. જેથી ભારત હાલમાં આફ્રિકા સામે ફોર્મમાં છે.

વિશ્વકપમાં ભારતની આજે પ્રથમ મેચ, દક્ષિણ આફ્રિકા સામે થશે ટક્કર

જો કે, ભૂતકાળમાં વર્લ્ડ કપની કુલ 4 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 3 વાર હરાવ્યુ છે. વિશ્વકપમાં ભારતનું દક્ષિણ આફ્રિકા સામે પ્રદર્શન નબળુ રહ્યું છે. ત્યારે ભારત આ ટ્રેન્ડને તોડી દક્ષિણ આફ્રિકાને હરાવે છે કે પછી પહેલી મેચમાં આફ્રિકાને ધૂળ ચટાડી વિશ્વકપમાં જીત સાથે શાનદાર શરુઆત કરે છે તે જોવું રહ્યુ.

વિશ્વકપમાં ભારતની આજે પ્રથમ મેચ, દક્ષિણ આફ્રિકા સામે થશે ટક્કર

ABOUT THE AUTHOR

...view details