ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિન્ડિઝ સામે ભારતનો 'વિરાટ' વિજય, વેસ્ટ ઈન્ડિઝને 125 રને હરાવ્યું - IND

સ્પોર્ટ ડેસ્કઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્લ્ડ કપની 34મી મેચ રમાઇ હતી, ભારતે વેસ્ટ ઈન્ડિઝને 125 રને માત આપી છે, ભારતની આ ભવ્ય વિજયને વેસ્ટ ઈન્ડિઝ પણ રોકી શક્યુ નથી. ભારતની આ ભવ્ય જીત બાદ ભારત પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે. ભારતને આ જીત સાથે 11 પોઇન્ટ થઈ ગયા છે. ન્યુઝીલેન્ડને પછાળી બીજુ સ્થાન મેળવ્યું છે. હવે ભારત માટે સેમીફાઈનલની રાહ આસાન બની છે.

WC 2019ઃ વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકો, હોપ 5 રન બનાવી આઉટ

By

Published : Jun 27, 2019, 4:49 PM IST

Updated : Jun 27, 2019, 10:52 PM IST

ભારતે વિન્ડિઝને 269 રનનો લક્ષ્ય આપ્યો હતો તેનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની ધીમી શરૂઆત થઇ હતી અને થોડા-થોડા સમયે વિકેટ પળતી રહી હતી, વિકેટ પળવાનુ ચાલુ જ રહ્યુ હતુ અને ભારત ધીમે ધીમે વિન્ડિઝને હાર તરફ ધકેલી રહ્યુ હતુ. ભારત તરફથી શમીએ 4 વિકેટ મેળવી હતી, જ્યારે બુમરા અને ચહલને 2-2 વિકેટ મળી હતી, જ્યારે હાર્દિક પાડ્યાં અને કુલદીય યાદવને 1-1 વિકેટ મેળવવામાં સફળતા મળી હતી.

પોઇન્ટ ટેબલમાં કિવીને પછાળી બીજુ સ્થાન મેળવ્યુ.

વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 240 બોલમાં 240 રનની જરૂર છે.

વિન્ડિઝ સામે ભારતનો વિરાટ વિજય, વિન્ડિઝને 125 રને પછાળ્યું

વેસ્ટ ઈન્ડિઝ ભારતે આપેલ લક્ષ્યનો પીછો કરવા મેદાને ઉતરી છે, વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ધીમી થઇ હતી, શરૂઆતની ઓવરમાં બોલરો બેટ્સમેન પર હાવી રહ્યા હતી, અને દબાવ બનાવી રાખ્યો હતો, અને તેના ફળ સ્વરૂપે બોલરોને 2 વિકેટ પણ ઝડપી હતી, ભારતે પોતાનો દબાવ બનાવી રાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝને 10 ઓવરમાં ફક્ત 29 રન જ બનાવી શક્યુ છે, જ્યારે ગેલ 6 રને આઉટ થયો હતો અને હોપ 5 રન બનાવી આઉટ થયો હતો.

વિન્ડિઝ સામે ભારતનો વિરાટ વિજય, વિન્ડિઝને 125 રને પછાળ્યું
વિન્ડિઝ સામે ભારતનો વિરાટ વિજય, વિન્ડિઝને 125 રને પછાળ્યું

ભારતે અત્યાર સુધી વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અત્યાર સુધી એક જ મેચ જીતી છે, ભારત અત્યારે પોઇન્ટ ટેબલમાં 3 જા નંબર પર છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પોઇન્ટ ટેબલમાં 8માં સ્થાને છે. આજે ભારત જીતના ઈરાદા સાથે પહેલા બેટીંગ કરવા ઉતર્યુ છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પોતાની બીજી જીત મેળવવાના ઇરાદે મેદાને ઉતર્યુ છે.

વિન્ડિઝ સામે ભારતનો વિરાટ વિજય, વિન્ડિઝને 125 રને પછાળ્યું

ભારતે ટોસ જીતી પહેલા બેટીંગનો નિર્ણય કર્યો છે, ભારતની પહેલી વિકેટ રોહિત શર્મા 18 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે કે.એલ. રાહુલ 48 રન બનાવી આઉટ થયો હતો. હાલ ક્રીઝ પર કોહલી અને વિજય શંકર રમી રહ્યા છે. ભારતનો હાલનો સ્કોર 50 ઓવરમાં 268 રન બનાવ્યા છે, જ્યારે 7 વિકેટ પણ ગુમાવી હતી.

વિન્ડિઝ સામે ભારતનો વિરાટ વિજય, વિન્ડિઝને 125 રને પછાળ્યું

વેસ્ટ ઈન્ડિઝની આ સાતમી મેચ છે. અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ 1 જ મેચ જીત્યું છે. વેસ્ટ ઈન્ડિઝના ખાતામાં ત્રણ જ અંક છે. આ મેચમાં ભારતની ટીમમાં કોઇ ફેરફાર નથી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે.

વિન્ડિઝ સામે ભારતનો વિરાટ વિજય, વિન્ડિઝને 125 રને પછાળ્યું
Last Updated : Jun 27, 2019, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details