ગુજરાત

gujarat

ETV Bharat / sports

અત્યાર સુધી ફક્ત 6 દેશ જ જીતી શક્યા છે વર્લ્ડ કપ, જાણો કઇ છે આ ટીમ...

સ્પોર્ટસ ડેસ્ક: ઈંગ્લેન્ડ ક્રિક્ટ ટીમે રવિવારના રોજ ક્રિકેટના મક્કા લોર્ડસમાં અપસેટ સર્જતા પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ફક્ત 5 જ ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ઇતિહાસમાં છઠ્ઠા નંબરની ટીમ ઇંગ્લેન્ડ છે. ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત 1975માં થઈ હતી. આ પહેલા ફક્ત વેસ્ટ ઇન્ડિઝ, ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો જ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવી શકી છે.

By

Published : Jul 15, 2019, 8:40 AM IST

Updated : Jul 15, 2019, 9:05 AM IST

ઈંગ્લેન્ડ ક્રિક્ટ ટીમે

ઓસ્ટ્રેલિયાની ટીમે મોટાભાગના વોલ્યુમમાં સૌથી વધુ એટલે કે 5 વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત ભારત અને વેસ્ટ ઇન્ડિઝ 2-2 વખત અને શ્રીલંકા અને પાકિસ્તાને 1-1 વખત વર્લ્ડ કપનો ખિતાબ તેમના નામે કર્યા હતાં.

તો ચાલો આવો નજર કરીએ 1975થી લઈ અત્યાર સુધીમાં ક્રિકેટ વર્લ્ડ કપના પરીણામો પર...

  • 1975 વેસ્ટ ઇન્ડિઝ (ચેમ્પિયન), ઓસ્ટ્રેલિયા (રનર્સ અપ)
  • 1979 વેસ્ટ ઇન્ડિઝ (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ અપ)
  • 1983 ભારત (ચેમ્પિયન) , વેસ્ટ ઇન્ડિઝ (રનર્સ અપ)
  • 1987 ઓસ્ટ્રેલિયા (ચેમ્પિયન) , ઈંગ્લેન્ડ (રનર્સ અપ)
  • 1192 પાકિસ્તાન (ચેમ્પિયન) , ઈંગ્લેન્ડ (રનર્સ અપ)
  • 1996 શ્રીલંકા (ચેમ્પિયન) , ઓસ્ટ્રેલિયા (રનર્સ અપ)
  • 1999 ઓસ્ટ્રેલિયા (ચેમ્પિયન) , પાકિસ્તાન (રનર્સ અપ)
  • 2003 ઓસ્ટ્રેલિયા (ચેમ્પિયન) , ભારત (રનર્સ અપ)
  • 2007 ઓસ્ટ્રેલિયા (ચેમ્પિયન) , શ્રીલંકા (રનર્સ અપ)
  • 2011 ભારત (ચેમ્પિયન) , શ્રીલંકા (રનર્સ અપ)
  • 2015 ઓસ્ટ્રેલિયા (ચેમ્પિયન) , ન્યૂઝીલેન્ડ (રનર્સ અપ)
  • 2019 ઈંગ્લેન્ડ (ચેમ્પિયન) , ન્યૂઝીલેન્ડ (રનર્સ અપ)

વર્લ્ડ કપના ઇતિહાસમાં 23 વર્ષ બાદ નવા વિશ્વ ચેમ્પિયન જોવા મળ્યા છે. છેલ્લી વખત 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકાએ પહેલી વાર વર્લ્ડકપ જીત્યો હતો. 1996 બાદ ઓસ્ટ્રેલિયાએ 4 વખત વર્લ્ડ કપ જીત્યા, જે 1987માં એકવાર વિશ્વ ચેમ્પિયન બની ચૂકી છે. 2011ના વર્લ્ડકપમાં ભારતે તેના બીજા ટાઇટલ પર કબજો કર્યો હતો. તેની પહેલાં તેઓ 1983માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.

Last Updated : Jul 15, 2019, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details