નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય વિસ્ફોટક ક્રિકેટર યુવરાજ સિંહેનું માનવું છે કે, જો પોતાના જીવન પર બાયોપિક બને તો સિદ્ધાંત ચતુર્વેદી તેનો સારો વિકલ્પ છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુવરાજે કહ્યું હતું કે, પોતાના ઉપર બાયાપિક બને તો, તે પોતે જ પાત્ર ભજવા માંગશે. જોકે, આ વાત તેણે મજાકમાં કહી હતી. યુવરાજે કહ્યું હતું કે, કોને કાસ્ટ કરવું એ ડિરેક્ટરનું કામ હોય છે. પરંતુ જો કોઈ બોલિવૂડ ફિલ્મ બનેશે તો સિદ્ધાંત ચતુર્વેદી સારો વિકલ્પ છે. હું મારી બાયોપિકમાં સિદ્ધાંત ચતુર્વેદીને જોવાનું પસંદ કરીશ.
યુવરાજ સિંહ પોતે જ તેની બાયોપિકમાં તેનુ પાત્ર ભજવવા માગે છે! - ઈંગલેન્ડ
ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે કહ્યું હતું કે, પોતાની બાયોપિકમાં તે પોતાનું જ પાત્ર ભજવવા માંગે છે. જોકે, આ વાત તેણે મજાકમાં કહી હતી. યુવરાજની ઈચ્છા છે કે, તેની બાયોપિકમાં સિદ્ધાંત ચતુર્વેદી યુવરાજનું પાત્ર ભજવે.
યુવરાજે સિંહે 2019માં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જો કે તાજેતરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં સચિન તેંડુલકરની કેપ્ટનસી હેઠળ ઇન્ડિયા લેજન્ડ્સ વતી રમતા જોવા મળ્યો હતો. પરંતુ કોરોના વાઈરસના સંક્રમણના કારણે આ શ્રેણી મુલતવી રાખવામાં આવી છે.
યુવરાજ સિંહના ક્રિકેટ કરિયરની જો વાત કરવામાં આવે તો અનેક રસપ્રદ કિસ્સાઓ સામે ઉભરી આવે છે. 2011 વર્લ્ડ કપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલુ જ નહિં મેન ઓફ ધ ટુર્નામેંન્ટ પણ રહ્યો હતો. જ્યારે 2007ના ટી-20 વર્લ્ડ કપ મેચમાં ઈંગલેન્ડ સામે છ બોલમાં છ સિક્સ ફટકારી હતી.