ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય ટીમનું 2019-20નું શિડ્યૂલ, જાણો કઇ ટીમો સાથે થશે ટક્કર

નવી દિલ્હી: જ્યા સુધી ભારતીય ટીમના આગામી સિઝનનો પ્રશ્ર છે તેની વાત કરીએ તો ભારત કુલ 5 ટેસ્ટ, 9 વન-ડે અને 12 T-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. ભારતીય ટીમ તેમની પ્રથમ હોમગ્રાઉન્ડ મેચ દક્ષિણ આફ્રિકા સામે શરૂ કરશે. જેમને ગાંધી-મંડેલા ટેસ્ટ શ્રેણી કહેવામાં આવે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ શ્રેણી સપ્ટેમ્બર-ઓક્ટોબર 2019માં રમાશે. જેમાં 3 ટેસ્ટ અને 3 ટી-20 મેચ સામેલ છે.

Indian cricket team

By

Published : Jul 18, 2019, 9:19 AM IST

આ સિવાય બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાને ભારતના પ્રવાસે આવશે. આ પ્રવાસના પૂર્ણ થયા બાદ ભારતીય ટીમને આગામી વર્ષ 2020થી શરૂઆતમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જવાનું છે.

ઓસ્ટ્રેલિયા ટીમ
વેસ્ટ ઈન્ડિઝ ટીમ

જાણો ભારતના આગામી હોમગ્રાઉન્ડ અને વિદેશી પ્રવાસ

  • દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ- 2019 (3 T20 અને 3 ટેસ્ટ)
  • વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ- 2019 (3 T20 અને 3 વન-ડે)
  • ઝિમ્બાબ્વેનો ભારત પ્રવાસ- 2020 (3 T20)
  • ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ- 2020 (3 વન-ડે)
  • ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ- 2020 (5 T20, 3 વન-ડે અને 2 ટેસ્ટ)

ABOUT THE AUTHOR

...view details