ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોણ લઈ શકે છે ટીમ ઈન્ડિયામાં માહીનું સ્થાન, પૂર્વ ક્રિકેટર્સે આપ્યો જવાબ

નયન મોંગિયા, એમએસકે પ્રસાદ અને દીપદાસ ગુપ્તાએ આ વાત પર સહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, વર્તમાનમાં ટીમમાં એમએસ ધોનીના સ્થાન માટે રાહુલ અને પંત વચ્ચે મુકાબલો હશે.

cricketers
મહેન્દ્ર સિંહ ધોની

By

Published : Aug 17, 2020, 3:13 PM IST

હૈદારાબાદ: મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ યુવા વિકેટકીપર ઋષભ પંત પર દબાવ થોડો ઓછો રહેશે, પરંતુ ભારતના 3 પૂર્વ વિકેટકીપરોનું માનવું છે કે, નજીકના ભવિષ્યમાં લોકેશ રાહુલ તેમનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. નયન મોંગિયા, એમએસકે પ્રસાદ અને દીપદાસ ગુપ્તાને આ વાત પર સહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, વર્તમાનમાં ટીમમાં આ સ્થાન માટે રાહુલ અને પંત વચ્ચે મુકાબલો થશે. જેમાં ત્રીજા સ્થાન પર સંજૂ સૈમસન છે.

ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરમાંથી એક રહેલા નયન મોંગિયાએ રવિવારે કહ્યું, "મને લાગે છે કે, 50 ઓવરના ફોર્મેટ માટે તે પહેલી પસંદ હશે. મેં કે.એલ. રાહુલ વિશે જે પણ જોયું છે તેના પરથી કહી શકું કે, તે વિકેટકીપર માટે ખરાબ નથી. જ્યારથી તેણે વિકેટકીપિંગ કરવાનું શરુ કર્યું છે. તેની બોટિંગમાં પણ સુધાર થઈ રહ્યો છે. મોંગિયાએ કહ્યું કે, હું હાલના ફોર્મેટને જોઉ તો રાહુલ મારી પ્રથમ પસંદ હશે". ત્યારબાદ તમે ઋષભ પંતને તક આપી શકો છો.

કેએલ રાહુલ

ટી-20માં મારું માનવું છે કે, બંન્ને અંતિમ 11માં રમી શકે છે, પરંતુ એક વિકલ્પની પસંદગી કરવામાં આવે તો ટી-20માં પણ હું રાહુલની પસંદગી કરીશ. કેટલાક સમય પહેલા રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ રહેલા પ્રસાદે પણ માન્યું કે, રાહુલની સ્થિતિ ઋષભથી સારી છે. તેમણે કહ્યું કે, જો તમે ભારતની ગત ન્યૂઝીલેન્ડ સિરીઝ જુઓ તો રાહુલ મારી પ્રથમ પસંદગી હશે અને ત્રીજા વિક્લ્પમાં સંજૂ છે. તેમણે સારું કર્યું અને પરિસ્થતિ અનુસાર ટીમના બેટ્સેમન અને બોલરોને રમવા માટે યોગ્ય માહોલ આપ્યો હતો.

ઋષભ પંત અને ધોની

પ્રસાદે કહ્યું કે, માહીના સ્થાને ઋષભ પંત જ રહેશે. તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટે ગત કેટલાક વર્ષોમાં ઋષભ પંતને તક આપી છે. તે એવો ખેલાડી છે જે લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટની સેવા કરશે.

ABOUT THE AUTHOR

...view details