- દક્ષિણ આફ્રિકામાં યોજાશે મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023
- આ વર્લ્ડકપના ક્વાલિફાઈિંગ કાર્યક્રમની ઘોષણા કરી દેવાઈ
- સ્થાનિક સ્તર પરની ક્વાલિફિકેશન પ્રક્રિયામાં 37 ટીમ જોડાશે
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ (આઈસીસી)એ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023ના ક્વાલિફાઈંગ કાર્યક્રમની ઘોષણા કરી દીધી છે. 9થી 23 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લેશે. આ વિશ્વ કપ માટે હોસ્ટ ઉપરાંત 30 નવેમ્બર 2021 સુધી આઈસીસી રેન્કિંગની ટોપ 7 ટીમ અને 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમ ક્વાલિફાઈ થઈ જશે. બાકીની ટીમ માટે ક્વાલિફિકેશન પ્રક્રિયા થશે. જે સ્થાનિક સ્તર પર ઓગસ્ટ 2021થી શરૂ થશે અને આમાં 37 ટીમ ભાગ લેશે. આ મહિલાઓ ટી-20 વર્લ્ડ કપ 2020ની ક્વાલિફિકેશન પ્રક્રિયાની તુલનામાં 10 ટીમ વધારે હશે.