સેંટ જોન(એંટીગા): વેસ્ટઇન્ડિઝ ટીમ ત્રણ મેચોની ટેસ્ટ સીરીજ માટે એંટીગાથી ઇંગ્લેન્ડ પહોચી છે. બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત 8 જૂલાઇથી થશે.
વેસ્ટઇન્ડિઝ ક્રિકેટના રિપોર્ટ મુજબ ટીમ સોમવારે સાંજે બે ચાર્ટર પ્લેન દ્વારા ઇગ્લેન્ડ માટે રવાના થઇ હતી. આ પ્લેનમાં ખેલાડી અને ટીમનો સપોર્ટ સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વેસ્ટઇન્ડિઝ ક્રિકેટએ જણાવ્યું કે, ઈંગ્લેડ મેચ રમવા જનાર દરેક વ્યક્તિનો છેલ્લા અઠવાડિયે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મંગળવારના રોજ મેનચેસ્ટર પહોંચ્યા બાદ ફરી એકવાર પૂરી ટીમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. ઇગ્લેડની કેરેબિયાઇ ટીમ બાયો સિક્યોર એનવોરમેંટમાં રહેશે.
વેસ્ટઇન્ડિઝ અને ઇગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોના સિરીઝની શરૂઆત 8 જૂલાઇથી થશે. પહેલી મેચ હેમ્પશાયરના એજેસ બાઉલમાં રમાડવામાં આવશે. જ્યારે બીજી અને ત્રીજી મેચ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાડવામાં આવશે.
વેસ્ટઇન્ડિઝ ટીમઃ જેસન હોલ્ડર(કેપ્ટન), જર્મેન બ્લૈકવુડ, એનકેરૂમાહ બોનર, ક્રૈગ બ્રૈથવેટ, શામર બ્રૂક્સ, જોન કૈંપબેલ, રોસ્ટન ચેજ, રખીમ કોર્નવાલ, શેન ડાઉરિચ, કેમાર બોલ્ડર, શાઇ હોપ, અલ્જારી જોસેફ, રેમન રીફર, કેમાર રોચ.