મુંબઈઃ કોરોના વાઇરસ મહામારીના કારણે ક્રિકેટ બંધ છે અને સામાન્ય લોકો સહિત ક્રિકેટરો પણ પોતાના ઘરમાં કેદ છે. આ સમયે યુવરાજ સિંહ અને સચિનનો એક-બીજાને ચેલેન્જ આપવાનો સિલસિલો યથાવત છે. યુવરાજ સિંહ એક વખત ફરી સચિન માટે એક નવી અને ખાસ ચેલેન્જ લઇને આવ્યા છે.
સચિનને યુવરાજની નવી ચેલેન્જ, કહ્યું- હવે સદી ફટકારીને બતાવો - સચિનને ચેલેન્જ
કોરોના વાઇરસ મહામારીના કારણે ક્રિકેટ બંધ છે અને સામાન્ય લોકો સહિત ક્રિકેટરો પણ પોતાના ઘરમાં કેદ છે. આ સમયે યુવરાજ સિંહ અને સચિન એક-બીજાને ચેલેન્જ આપી રહ્યા છે.
આ નવી ચેલેન્જમાં યુવરાજ રસોડાની અંદર વેલણથી ટેનિલ બોલને ઉછાડતા જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ ચેલેન્જમાં યુવરાજ આંખો પર કાળી પટ્ટી બાંધીને 100 વખત વેલણ પર બોલને ઉછાડતા જોવા મળી રહ્યા છે.
વીડિયોના કેપ્શનમાં યુવરાજે લખ્યું કે, માસ્ટર, તમે મેદાનમાં ઘણા રેકોર્ડ તોડ્યા હશે. રસોડામાં 100 ફટકારવાના મારા આ રેકોર્ડને તોડીને બતાવો. માફી માગુ છું કે, 100 ટપ્પો વાળો વીડિયો પોસ્ટ કરી શક્યો નથી. કારણ કે, આ ખૂબ લાંબો છે. આશા રાખું છું કે, રસોડામાં આ ચેલેન્જ પૂર્ણ કરવા સમયે તમે ત્યાં હાજર ચીજ-વસ્તુઓને તોડશો નહીં.