બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી)એ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ગાંગુલીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લક્ષ્મણ અને ગાંગુલીના પહેલાના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ આ સમારોહમાં વિશેષ આમંત્રણ તરીકે હાજર રહ્યા હતા.
લક્ષ્મણે સ્ટેજ પર ગાંગુલી અને અઝહરની હાજરીમાં કહ્યું, તમે મને એક વાત અંગે પૂછો તો તે એમ હશે કે, સૌરભ કેવી રીતે એનસીએને ફરી જીવંત કરી શકે છે. ભારતીય ટીમની મજબૂતાઈ તેની બેંચ સ્ટ્રેંથ છે. તમે આ આફ્રિકાની ટીમ જૂઓ, દક્ષિણ આફ્રિકાની આ પ્રકારની હાલત મેં ક્યારેય જોઇ નથી, તેનું કારણ છે કે તેમની સ્થાનિક ક્રિકેટ મજબૂત નથી. ભારતીય ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે અને કારણ છે સ્થાનિક ક્રિકેટમાં મજબૂત છે. "
તેમણે કહ્યું કે, એનસીએના માધ્યમથી તમે લાંબા સમય સુધી ભવિષ્યના ચૈંપિયન બનાવી શકે છે. જ્યારે પણ રોટેશનની જરૂરત હશે ત્યારે તમે આવીને ખેલાડીયોને બદલી શકો છો, જ્યારે અજહરએ કહ્યું કે એક કેપ્ટન અને ખેલાડીના રૂપમાં તેમને (ગાંગુલીને) જે પણ મેળવ્યું છે, હુ ઇચ્છુ છુ કે, તે બીસીસીઆઇના અધ્યક્ષ સ્વરૂપે તેને પણ મેળવે. તેમને કપરો અને સાહસતા વાળો નિર્ણય લીધો છે. હુ ઇચ્છુ છુ કે તેમને ક્રિકેટના મેદાનમાં પર જે મેળવ્યું છે, તેનાથી પણ વધારે સફળતા મેળવે અને ખેલને નવી ઉંચાઇયો સુધી લઇ જાય.