ગુજરાત

gujarat

ETV Bharat / sports

ત્રીજી મેચમાં ઝીરો પર આઉટ થયેલા રાહુલનો વિરાટે કર્યો બચાવ, રાહુલ ચેમ્પિયન ખેલાડી છેઃ વિરાટ - England

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી20 મેચની સિરીઝમાં ત્રીજી મેચ મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ફરી એક વાર કે. એલ. રાહુલે તેના ફેન્સને નિરાશ કર્યા હતા. રાહુલે 4 બોલમાં 0 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં પણ રાહુલ શૂન્ય રન પર આઉટ થયો હતો.

ત્રીજી મેચમાં ઝીરો પર આઉટ થયેલા રાહુલનો વિરાટે કર્યો બચાવ, રાહુલ ચેમ્પિયન ખેલાડી છેઃ વિરાટ
ત્રીજી મેચમાં ઝીરો પર આઉટ થયેલા રાહુલનો વિરાટે કર્યો બચાવ, રાહુલ ચેમ્પિયન ખેલાડી છેઃ વિરાટ

By

Published : Mar 17, 2021, 1:43 PM IST

  • વિરાટ કોહલી કે. એલ. રાહુલના બચાવના પક્ષમાં આવ્યો
  • રાહુલ ત્રીજી મેચમાં શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો
  • કે. એલ. રાહુલ ઉપર ચારે તરફથી પ્રશ્નો ઉઠી રહ્યા છે

આ પણ વાંચોઃમેક્સવેલના કારણે ટીમ સંતુલિત રહે છેઃ કે. એલ. રાહુલ

હૈદરાબાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 સિરીઝની ત્રીજી મેચ રમાઈ હતી, જેમાં મોર્ગન એન્ડ કંપનીએ 8 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમે 2-1ની લીડ બનાવી લીધી છે.

આ પણ વાંચોઃવિરાટે 77 રન બનાવ્યા છતાં ભારત ઈંગ્લેન્ડ સામે ન જીતી શક્યું

રાહુલે ત્રીજી મેચમાં પણ ફેન્સને નિરાશ કર્યા

જોકે, ત્રીજી મેચમાં પણ સ્ટાઈલિશ ખેલાડી કે. એલ. રાહુલે શૂન્ય પર આઉટ થઈને તેના ફેન્સને નિરાશ કર્યા હતા. માર્ક વુડે રાહુલને ક્લિન બોલ્ડ કરી નાખ્યો હતો. આ પહેલાની બીજી મેચમાં પણ રાહુલ શૂન્ય પર જ આઉટ થયો હતો. જ્યારે પહેલી મેચમાં તો રાહુલ માત્ર 1 જ રન બનાવી શક્યો હતો. હાલમાં ખરાબ પ્રદર્શનના કારણે રાહુલને ઘણા સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, વિરાટ કોહલીએ રાહુલ અંગે જણાવ્યું હતું કે, રાહુલ એક ચેમ્પિયન ખેલાડી છે. તે ટોપ ઓર્ડરમાં રોહિતની સાથે અમારો મહત્ત્વનો ખેલાડી છે.

ABOUT THE AUTHOR

...view details