રાહુલ ચહર અને દિપક ચહરને ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને ચહલની જોડીને આ સિરીઝમાં પણ આરામ આપવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહને દક્ષિણ આફ્રિકા સામે આરામ આપવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની T-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, ધોની OUT - ભારતીય ટીમ
મુંબઈ: અખિલ ભારતીય સીનિયર પંસદગી સમિતિએ ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે યોજનારી 3 T-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં હાર્દિક પાંડ્યાની વાપસી થઈ છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. પૂર્વ કેપ્ટન ધોનીની ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં પણ ધોનીને આરામ આપવામાં આવ્યો હતો. એમ.એક પ્રસાદની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની પંસદગી સમિતિએ ધોનીને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. ટી -20 સિરીઝની પ્રથમ ટી-20 15 સપ્ટેમ્બરે ધર્મશાલામાં, બીજી T-20 મોહાલી (18 સપ્ટેમ્બર) અને 3 T-20 બેંગલોર (22 સપ્ટેમ્બર)ના રોજ રમાશે. તે પછી બનેં દેશ બીજી ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની પ્રથમ ટેસ્ટ રમશે.
ટીમ: વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દિપક ચહર, નવદીપ સૈની.