ગુજરાત

gujarat

ETV Bharat / sports

સ્લો ઓવર રેટ બદલ દક્ષિણ આફ્રિકાની ટીમને થયો દંડ - ધીમો રન રેટ

ICCએ પાકિસ્તાન-દક્ષિણ આફ્રિકાની સિરીઝમાં દક્ષિણ આફ્રિકાને સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકાર્યો છે.

match
ધીમો રન રેટ જાળવવા માટે દક્ષિણ આફ્રિકાને થયો દંડ

By

Published : Apr 4, 2021, 7:50 PM IST

  • દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને ICCએ ફટકાર્યો દંડ
  • મેચ ફિના 20 ટકા ભરવો પડશે દંડ
  • પાકિસ્તાન જીત્યું મેચ

દુબઈ: દક્ષિણ આફ્રિકાને તેમની મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે સેન્ચુરિયનમાં પ્રથમ વનડેમાં પાકિસ્તાન સામે સ્લો ઓવર રેટ જાળવ્યો હતો. મેચ રેફરીના આઇસીસી એલિટ પેનલના એન્ડ્ર્યુ પાઇક્રોફે મંજૂરી આપી દીધી હતી.

આર્ટિકલ 2.22 અનુસાર

ICCએ કહ્યું "પ્લેયર્સ અને પ્લેયર સપોર્ટ કર્મચારી માટે ICCની આચારસંહિતાના આર્ટિકલ 2.22 અનુસાર, કે જેઓ ન્યૂનતમ ઓવર-રેટ સાથે સંબંધિત છે, ખેલાડીઓને તેમની બાજુની દરેક મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે, જે ફાળવવામાં આવેલા સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે ટીમને દંડ ફટકારવામાં આવે છે.

આ પણ વાંચો : ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચમાં દર્શકોને એન્ટ્રી નહિ

પાકિસ્તાને જીત મેળવી

અમ્પાયર મેરેસ ઇરાસમસ, એડ્રિયન હોલ્ડસ્ટોક, અલ્લાહુદિયન પાલેકર અને બોંગાણી જેલે આ કાર્યભાર સંભાળ્યો હતો. પાકિસ્તાને પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વિકેટથી જીત મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details