ગુજરાત

gujarat

ETV Bharat / sports

#worldcup2019: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ , ફટકારી 4 સદી

સ્પોર્ટસ ડેસ્ક: ભારતીય બેટ્સમેન રોહિત શર્મા એ વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં પ્રથમ સ્થાન પર પહોંચ્યો છે. રોહિત શર્મા બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારીને વધુ એક રેકોર્ડ સર્જયો છે. રોહિતે વન-ડે કારકિર્દીની 26મી સદી ફટકારી છે. આ સદી સાથે રોહિતે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ , ફટકારી 4 સદી

By

Published : Jul 3, 2019, 2:01 AM IST

વર્લ્ડ કપ 2019માં ભારતના ઓપનર રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું છે. રોહિત શર્માએ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી છે. રોહિત શર્માએ આ ઉપલબ્ધિ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં મેળવી છે.

રોહિતે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારીને વધુ એક રેકોર્ડ સર્જયો

વન-ડે મેચમાં સૌથી વધુ સદી ફટકાવનાર બેટ્સમેનની યાદી

સદી બેટ્સમેન
49 સચિન તેંડુલકર
41 વિરાટ કોહલી
30 રિકી પોન્ટીંગ
28 સનથ જયસૂર્યા
27 હાશિમ અમલા
26 રોહિત શર્મા

રોહિત શર્મા વન-ડે મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ ધકેલ્યો છે. રોહિત શર્માએ કુલ 230 છગ્ગા ફટકાર્યા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્મા સૌથી વધુ છગ્ગા ફટકાવનાર ખેલાડીની યાદીમાં ચોથા નંબર પર પહોંચ્યો છે. તેમણે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સાંગાકારાના રેકોર્ડની બરાબરી કરી છે.

રોહિત શર્મા વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં પ્રથમ સ્થાને

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાવનાર ખેલાડીઓની યાદી

છગ્ગા બેટ્સમેન
351 શાહિદ આફરીદી
326 ક્રિસ ગેલ
270 સનથ જયસૂર્યા
230 રોહિત શર્મા
228 એમ.એસ ધોની

વર્લ્ડ કપમાં ભારત માટે સોથી વધુ રન ફટકાવનાર ખેલાડી

રન બેટ્સમેન વર્ષ
673 સચિન તેંડુલકર 2003
523 સચિન તેંડુલકર 1996
503 રોહિત શર્મા 2019
482 સચિન તેંડુલકર 2011

રોહિત શર્મા શ્રીલંકાના કુમાર સંગાકારાની બરોબરી કરી છે. કુમાર સંગાકારાએ વર્ષ 2015ના વર્લ્ડ કપમાં સતત 4થી સદી ફટકારી હતી. રોહિત શર્મા અને કુમાર સંગાકાર આ બંને ખેલાડીઓના નામે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે.

ABOUT THE AUTHOR

...view details