ગુજરાત

gujarat

ETV Bharat / sports

રોહિત-ધવન ભારતીય ટીમ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે - ભારત વિ ઈંગ્લેન્ડ

આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક જીત સાથે સરદીપે તેમનો કાર્યકાળ પૂરો કર્યો હતો. કોહલીએ ત્રણેય સ્વરૂપોમાં સારૂ રમે છે.

cricket
રોહિત-ધવન ભારતીય ટીમ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે

By

Published : Mar 30, 2021, 3:53 PM IST

  • શેખર ધવન અને રોહિત શર્માની જોડી ભારત માટે શ્રેષ્ઠ
  • કોહલીસ ટીમ માટે સારો કેપ્ટન
  • આવનાર IPL ટીમ ભારત માટે ઘણું નક્કી કરશે

નવી દિલ્હી: ભારતે પોતાની અનુભવી શરૂઆંતી જોડી રોહિત શર્મા અને શિખર ધવનને જ ટી-20 વલ્ડ કપમાં આગળ વધારવી જોઇએ. કેપ્ટન વિરાટ કોહલીની તાજેતરના સ્લોટમાં રસ હોવા છતાં, પૂર્વ પસંદગીકાર સરનદીપ સિંહ આ જોડીને 'શ્રેષ્ઠ વિકલ્પ' ગણાવે છે.

રોહિત શર્મા અને શિખર ધવન ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ

સરન્દીપ, જેનો કાર્યકાળ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક જીત સાથે સમાપ્ત થયો, પણ વિભાજીત કેપ્ટનશિપ પર તેની તક આપી હતી, તેમ તેમના સમયમાં પણ આ મુદ્દા પર ભાર મૂક્યો ન હતો કે કોહલીએ ત્રણેય સ્વરૂપોમાં રમે છે. ઇંગ્લેન્ડ સામેની ટી -20 સિરીઝની જીત બાદ કોહલીએ કહ્યું હતું કે તે IPLમાં ઓપનિંગ કરશે જેના કારણે વર્લ્ડ કપમાં રોહિત સાથે ઓપનિંગ કરવાની તક મળે. શ્રેણીની શરૂઆતની રમત બાદ ધવનને બાદ કરવામાં આવ્યો હતો અને એક મેચમાં ઇશાન કિશન તેની આગળ લેવામાં આવ્યો હતો. કોહલી અને રોહિતે ટી-20 ફાઇનલમાં ઓપનિંગ કરી હતી.

આ પણ વાંચો : ઇંગ્લેન્ડના ક્રિકેટ નિર્દેશક એશ્લી ગિલ્સે કર્યો ખુલાસો, આર્ચરની આંગળી પરની ઈજા ફિશ ટેન્કના કારણે થઈ હતી

ફ્ટ હેન્ડ-રાઇટ હેન્ડ કોમ્બીનેશન ભારત માટે સારૂ

સરન્દીપે PTIને જણાવ્યું હતું કે, હું આશ્ચર્યમાં છું, તેણે IPLમાં સારૂ પ્રદર્શન કર્યું હતું , આસ્ટ્રેલિયામાં પણ તે સારૂ રમ્યો હતો. તેનુ પ્રદર્શન સારૂ જ છે.તે માનસિક રીતે મજબુત છે.લગભગ તે વિકલ્પને ચકાશવા માંગતા હશે, પણ મારા મત પ્રમાણે રોહિત અને ધવનનું લેફ્ટ હેન્ડ-રાઇટ હેન્ડ કોમ્બીનેશન તે ભારત માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે વલ્ડકપ માટે.

આવનાર IPL ભારતની ટીમ માટે ઘણું નક્કી કરશે

તેમણે ઉમેર્યું કે, તમે તેને એક મેચના કારણે આંકી ન શકો. તેણે ODIમાં ઘણું સારૂ કર્યું હતું. આવનાર IPL ઇન્ડીય ટીમ માટે ઘણું બધુ નક્કી કરશે. ટીમમાં જગ્યા મેળવવી કોઇ આસાન કામ નથી. ઇશાન કિશને પણ ટીમમાં જગ્યા માટે સારું પ્રદર્શન કરવું પડશે. તેમણે કહ્યું કે કે.એલ. રાહુલે ODIમાં કિપીંગ ચાલું રાખવી જોઇએ અને સારૂ પ્રદર્શન કરી રહેલા રીષભ પંતે પોતાના વારાની રાહ જોવી જોઇએ જ્યારે શ્રેયશ ઐયર પાછો આવે. આવનારી IPL જે 9 એપ્રિલથી શરૂ થવાની છે તે વલ્ડ કપની ટીમ માટે ઘણુ નક્કી કરશે અને સરન્દીપ માને છે કે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી મધ્ય ઓવરમાં આ જોડી ભારત માટે સારી હતી, તે ટી -20 અથવા વનડે ફોર્મેટમાં કોઈ વધુ સારી નથી. કુલદિપએ ટી-20માંથી પોતાનું સ્થાન ગુમાવા દીધું છે.

કુલદીપને નથી મળી તક

સરન્દીપે કહ્યું કે, બંને સ્પિનરો હજી પણ કામ કરી શકે છે. તે બરાબક સ્પિનર છે.જ્યારે રવીન્દ્ર જાડેજા ઇન્જરી પછી પાછા ફરશે ત્રીપુટીએ શ્રેષ્ઠ વિકલ્પ હશે "ઉદાહરણ તરીકે, કુલદીપને પૂરતી તકો મળી નથી જેના કારણે તેનો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો છે, તેને સમર્થન આપવાની જરૂર છે. રાહુલ ચહરે ઈંગ્લેન્ડ સામેની ટી -20 માં પણ ચહલની જગ્યા લીધી હતી અને તે પછીની વનડે મેચ રમ્યો ન હતો. સરન્દીપ જે ભારત માટે 3 ટેસ્ટ મેચ અને 5 ODI રમ્યા છે તેમણે કહ્યું, જોકે સ્પર્ધા ઘણી છે, ચહલ અને કુલદીપે સાથે રમવું જોઇએ. તેમની પાસે ઘણું પોન્ટેશીયલ છે.

રીષભ પંતના જેટલા વખાણ કર્યો એટલા ઓછા

પંતે વૃદ્ધિમાન સાહાને ટેસ્ટના નંબર વન કીપર તરીકે પાછળ છોડી દીધા છે અને છેલ્લા ચાર મહિનામાં ત્રણેય ફોર્મેટમાં તેની શ્રેષ્ઠ સફળતા બાદ ટી 20 માં પણ તે પસંદગીનો વિકલ્પ બની ગયો છે. કોઇ પણ વખાણ પંત માટે ઓછા નથી. તેને ફિટનેશ ઇસ્યું હતા. તેણે તેના પર કામ કર્યું. જો તમે ઇચ્છો થો કે એક 21 વર્ષનો છોકરો 30 વર્ષના છોકરાની જેમ રમે તે કરવું મુશ્કેલ છે. તમે જોઈ શકો છો કે હાર્દિક તે હવે જે રીતે રમે છે અનુભવ સાથે, તે જ વસ્તું છેલ્લા 6 મહિનામાં પંતમાં હવે જોવા મળી રહી છે. તે ટીમની બહાર હતો જે તેના માટે સારૂ હતું. સાચા સમયે રીંગ કરવી જરૂરી છે. જે રીતે તે ઓસ્ટ્રીલીયમાં રમ્યો હતો,તેના પરથી જોવા મળતું હતુકે તેણે ઘણો અનુભવ લઇ લીધો છે.

આ પણ વાંચો : રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમના વખાણ કર્યા

રાહુલે વિકેટ કિંપીગ કરવી જોઇએ

"તે તમને ટેસ્ટ ક્રિકેટમાં 10 વર્ષનો સમય આપી શકે છે, શાહ ન કરી શકે અને તે પ્રથમ નંબરની પસંદગી બની ગયો છે. ODIમાં શ્રેયસ ઘાયલ થયો હતો જેના કારણે રીષભ રમ્યો હતો. જ્યારે તે પાછો આવ્યો કેએલ રાહુલે વિકેટ કિંપીગ કરવી જોઇએ, કારણ કે તે ઘણા સમયથી કિંપીગ કરી રહ્યો છે અને સારી કરી રહ્યો છે. સરન્દીપએ પણ માને છે કે કુનાલ પંડ્યાનું ટીમમાં કોઇ સ્થાન નથી જો હાર્દિક બોંલિગ ન કરે. જો આપણે ODIની વાત કરીએ તો જો હાર્દિક બોલિંગ ન કરે તે કુનાલ તમારો 5મો બોલર ન બની શકે, તે સારી રીતે રમે છે પણ તે તેમને 10 ઓવર ન આપી શકે, તે ટી-20માં સારો છે પણ ODIમાં તેની પાસે બેટ્સમેનને પડકાર આપવાની ક્ષમતા નથી.

કોહલી એક સારો કેપ્ટન

41 વર્ષના પૂર્વ સ્પિનરે કહ્યું, તો જો કુનાલ રમે તો હાર્દિકે બોલિંગ કરવી પડશે. જો કોઇ એક બોલર ઇન્જર થાય તો કોઇ વિકલ્પ નથી બચતો જો હાર્દિક બોલિંગ ન કરે, તેમનું વર્કલોડ પણ મેનેજ કરવું પડશે પરંતુ તમારે યોગ્ય બોલરો રમવા પડશે, 'વિભાજીત કેપ્ટનશીપના મુદ્દે સરનદીપે કહ્યું હતું કે તેમના કાર્યકાળમાં પણ તેની ચર્ચા થઈ નથી."જ્યારે તમારો કેપ્ટન પ્રદર્શન કરી રહ્યો નથી ત્યારે સ્પ્લિટ કેપ્ટનશીપની જરૂર છે પરંતુ તે (કોહલી) એક જ ખેલાડી છે જેણે તમામ ફોર્મેટમાં 50 થી વધુ સરેરાશ રન બનાવ્યા છે. જો તે એક ફોર્મેટમાં પ્રદર્શન નથી કરી શક્યો, તો તમે તેનાથી નેતૃત્વનું દબાણ લઈ શકો છો અને કોઈ બીજાને આપી શકો છો. "માત્ર એટલા માટે કે તેણે આઈપીએલ જીત્યો નથી, તમે તેને ભારતની કેપ્ટનશીપથી દૂર કરી શકતા નથી. તે ફિટનેસ ખેલાડી અને કેપ્ટન પણ છે. રોહિત તેની ગેરહાજરીમાં આગેવાની લેવાનો છે પરંતુ વિરાટને બદલવાનો કોઈ કારણ નથી. "

ABOUT THE AUTHOR

...view details