પ્રેસ કોન્ફરન્સમાં કપિલ દેવે જણાવ્યું કે ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી અને બીજા નંબર પર ન્યુઝીલેન્ડના માઇક હસન રહ્યાં હતાં. કપિલે જણાવ્યું કે ત્રણ સભ્યોમાંથી બધાને અલગ અલગ પોઇન્ટ આપ્યા હતાં.
શાસ્ત્રીની સાથે કોચ પદની રેસમાં ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હેસન અને શ્રીલંકાના ભૂતપૂર્વ કોચ ટોમ મૂડી સિવાય વેસ્ટ ઇન્ડિઝ અને અફધાનિસ્તાનના ભૂતપૂર્વ કોચ ફિલ સિમંસ, ભારતના ભૂતપૂર્વ ફીલ્ડીંગ કોચ રોબિન સિંહ અને ભારતના ભૂતપૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત પણ સામેલ હતાં.
અંશુમાન ગાયકવાડે જણાવ્યું કે શાસ્ત્રી પહેલેથી જ ટીમની સાથે છે. તે ટીમને જાણે છે અને તેની પાસે પ્લાન છે. તેમજ શાસ્ત્રી ખેલાડીઓને અને સિસ્ટમને પારખે છે.