લાહૌર : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, અખ્તર દ્વારા ઉપયોગ કરેલા શબ્દથી નિરાશ છું અને રિઝવીએ પોતાના તરફથી કાર્યવાહી શરૂ કરી છે.
PCBના કાયદાકીય સલાહકારે અખ્તર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો - પીસીબી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના કાયદાકીય સલાહકાર તફજ્જુલ રિઝવીએ ભૂતપુર્વ બોલર શોએબ અખ્તર દ્વારા યુટ્યૂબ ચેનલ પર વિવાદિત નિવેદનને કારણે માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
શોએબ અખ્તર
પીસીબીએ એક નિવેદનમાં કહ્યુ છે કે, 'અખ્તર દ્વારા આપેલા નિવેદનને સમાજ ક્યારેય માફ નહી કરે. કારણ કે આપેલા નિવેદનના શબ્દો ખોટા અને નિરાશાજનક છે.
આ સમગ્ર મામલે પીસીબીના કાયદાકીય સલાહકારે અખ્તર વિરુદ્ધ માનહાનિ અને આપરાધિક કાર્યવાહી શરૂ કરી છે.