ગુજરાત

gujarat

ETV Bharat / sports

H'Bday ‘કેપ્ટન કુલ’: મેચના મહારથી “માહી”નો જન્મદિવસ - CSK

સ્પોર્ટ ડેસ્કઃ ભારતીય ક્રિકેટર ‘માહી’નો આજે જન્મદિવસ છે. ભારતીય ક્રિકેટ જગતને નવી ઓળખ આપનાર મહેન્દ્રસિંહ ધોની ‘માહી’નો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ ઝારખંડના રાચીમાં પાનસિંહના ઘરે જન્મ થયો હતો. બાળપણથી જ રમત-ગમત ક્ષેત્રે મહેન્દ્ર સિંહ ધોનીને ખૂબ જ લગાવ હતો. ધોની ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને ભારતીય ટીમના સફળ એક દિવસય આંતરરાષ્ટ્રીય કપ્તાન છે.

'કેપ્ટન કૂલ'નો આજે જન્મ દિવસ

By

Published : Jul 7, 2019, 7:54 AM IST

ધોનીના સ્પોર્ટ કરિયરમાં સૌપ્રથમ તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો. શાળામાંથી તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા માટે મોકલવામાં આવ્યો હતો અને ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા. આ સાથે જ ધોનીએ ક્રિકેટના કરિયરની શરૂઆત કરી હતી.1995-98 દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બની અને ક્રિકેટના કરિયરને પોતાની દિશા આપવા નિકળી પડયો હતો.

'કેપ્ટન કૂલ'નો આજે જન્મ દિવસ

ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે ધોનીએ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે 2007 ભારતીય ટીમના કેપ્ટન તરીકે ઉભરી આવ્યા હતા.

'કેપ્ટન કૂલ'નો આજે જન્મ દિવસ

ધોનીએ 2007માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યૂઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ હતી.

'કેપ્ટન કૂલ'નો આજે જન્મ દિવસ

ધોની જ્યારે કપ્તાન હતા ત્યારે ભારતની ટીમને 2007માં ICC-T20, 2007-08 કોમનવેલ્થ બેંક સીરીઝ, 2011 ક્રિકેટ વિશ્વ કપ, ICC ચેમ્પિયન ટ્રોફી 2013 અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી હતી જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-0 થી હરાવ્યું હતું. 02 સપ્ટેમ્બર 2014માં તેમણે ભારતને 24 વર્ષ બાદ ઇંગલેન્ડમાં વન-ડે સીરીઝમાં જીત અપાવી હતી.

ધોનીને કેપ્ટનશીપમાં ભારતને મળેલી સિદ્ધીઓ

  • 2007- ટી 20 વર્લ્ડકપ
  • 2011- વનડે વર્લ્ડ કપ
  • 2013- ચેમ્પિયન્સ ટ્રોફી
  • ધોનીની કપ્તાની હેઠળ, 2009 માં ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં ટોચ પર હતી

મહેન્દ્રસિંહ ધોનીને મળેલી સિધ્ધીઓ

  • 2008માં ધોનીને વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો
  • 2008માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પણ મળ્યો હતો
  • 2009માં પદ્મ શ્રી, પુરસ્કાર મળ્યો હતો
  • 2010માં કાસ્ટ્રોલ વન-ડે ક્રિકેટર એવોર્ડ મળ્યો હતો
  • 2018માં ધોનીને રાષ્ટ્રપતી રામનાથ કોવીંદના હસ્તે પદ્મ ભુષણ એવોર્ડ પણ મળ્યો હતો

મહેન્દ્રસિંહ ધોનીની રસપ્રદ વાતો

  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકોર્ડ ધોનીના નામે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 123 સ્ટમ્પિંગ કર્યા છે.
  • ધોનીએ 4 જુલાઇ 2010ના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે લગ્ન કર્યા હતા.
  • આકરી પરીસ્થીતીમાં શાંત સ્વભાવે ભારતને જિત અપાવે છે, માટે 'કેપ્ટન કૂલ' તરીકે જાણીતો થયા હતા.
  • ધોની હેલીકોપ્ટર શોટથી સિક્સ મારી ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી.
  • IPLમાં પણ ધોની ચેન્નઈ સુપર કિંગ ટીમના કેપ્ટન તરીકે ચેન્નઈને 2010, 2011 અને 2018માં ચેમ્પીયન બનાવી હતી.
  • ધોનીએ કુલ 90 ટેસ્ટમેચ રમી છે જેમાં 4876 રન ફટકાર્યા છે.
  • ધોનીએ કુલ 349 વનડે મેચ રમી છે જેમાં 10723 રન ફટકાર્યા છે.
  • ધોનીએ કુલ 98 T-20 મેચ રમી છે જેમાં 1617 રન ફટકાર્યા છે.
  • ધોનીએ કુલ 190 IPL મેચ રમી છે જેમાં 4432 રન ફટકાર્યા છે.
  • ધોની બાઈક અને કારનો પણ શોખીન છે.
  • ધોની દુનિયાનો પહેલો એવો કેપ્ટન છે જેમની પાસે ICC ની તમામ ટ્રોફીઓ છે.
  • ધોનીના જીવન આધારિત એક ફિલ્મ, એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, 30 સપ્ટેમ્બર 2016 ના રોજ રિલીઝ થઈ હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details