ગુજરાત

gujarat

ETV Bharat / sports

કેસરી જર્સીને કારણે ભારતનો પરાજય થયો: મહેબૂબા મુફ્તી

સ્પોર્ટ્સ ન્યૂઝ : વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીનું માનવુ છે કે, કેસરી જર્સીના કારણે ભારત વર્લ્ડ કપ 2019માં વિજ્ય ક્રમ તૂટ્યો હતો.

કેસરી જર્સીએ તોડ્યો ભારતનો વિજ્યી ક્રમ

By

Published : Jul 1, 2019, 7:22 PM IST

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં ભારતને પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો હતો.ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં કેસરી જર્સી પહેરી હતી. ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમને 31 રનથી હાર મળી હતી. વર્લ્ડ કપમાં ભારતની આ પ્રથમ હાર છે.

મહેબૂબા મુફતીએ ટ્વીટ કરી કર્યુ કે, ભલે તમે મને અંધવિશ્વાસી માનો, પરંતુ મારું કહેવું છે કે, જર્સીના કારણે ભારતીય ક્રિકેટ ટીમનો વિજ્ય ક્રમ બંધ થયો છે. હાલ તો આ કેસરી રંગની જર્સીને કારણે રાજકારણ ગરમાયું હતુ.

ઈંગ્લેન્ડની ટીમને આ મેચ કરો યા મરોની પરિસ્થિત પર જીતવાની હતી. કારણ કે, ભારત સામેની હારથી ઈંગ્લેન્ડ ટીમ સેમીફાઈનલ માંથી બહાર થઈ શકતી હતી.

ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાન પર છે. ભારતની આગામી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે છે. ભારતને સેમીફાઇનલમાં પ્રેવશ કરવા માટે બાંગ્લાદેશ અને શ્રીલંકા બંને સામેની મેચમાંથી એક ટીમ સામે જીત મેળવવી જ પડશે.

ABOUT THE AUTHOR

...view details