ઉલ્લેખનીય છે કે, ICC વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારીને ટુર્નામેન્ટની બહાર થઇ ચૂકી છે. આ વચ્ચે ભારતના દમદાર ક્રિકેટર અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટમાંથી સન્યાસ લેવાની વાત વચ્ચે લતા મંગેશકરે પોતાની પ્રતિક્રિયા આપી છે.
લતા મંગેશકરે ટીમ ઇન્ડિયા માટે ટ્વિટર પર શેર કર્યુ ગીત, ધોનીને સન્યાસ ન લેવા જણાવ્યું - MS dhoni
ન્યૂઝ ડેસ્ક: ભારતના દમદાર વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ છોડી સન્યાસ લઇ શકે છે. ધોનીના સન્યાસના સમાચારો વચ્ચે લતા મંગેશકરે ગીત ગાઇને પોતાની પ્રતિક્રીયા જાહેર કરી છે.
india
લતા દીદીએ કહ્યું કે, ધોની અત્યારે દેશને તમારી જરૂર છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, નમસ્કાર ધોનીજી. આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માંગો છો, કૃપા કરીને તમે આવો નિર્ણય ન લેશો. દેશને તમારી જરૂર છે અને મારી પણ તમને વિનંતી છે કે રિયાયર થવાનો વિચાર પણ ન કરશો."
Last Updated : Jul 11, 2019, 7:06 PM IST