વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ રમતા કેપ્ટન કોહલીએ ભારતીય મેદાન પર T -20માં 1000 રન પુર્ણ કર્યા છે. વિરાટે 13.6 ઓવરમાં હેડન વોલ્શના બોલ પર સીક્સર ફટકારી આ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
તે સાથે જ વિરાટ કોહલી ભારતીય ધરતી પર T-20માં 1000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે.
અર્ધ શતક ફટકાર્યા બાદ વિરાટ કોહલી કોહલી સીવાય આ રેકોર્ડ ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરોના નામે છે. માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરો ક્રમશ: 1430 અને 1000 રન સાથે આ આંકડાને પાર કરી ચૂક્યા છે.
જણાવી દઇએ કે, વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સીરીઝની છેલ્લી T-20 મેચમાં ભારતે સારૂ પ્રદર્શન કરતા વેસ્ટઇન્ડિઝને 67 રનથી હરાવી મેચની સીરીઝ 2-1થી નામે કરી હતી.