હૈદરાબાદ : શનિવારે કુપવાડા જિલ્લાના હંદવાડામાં આઠ કલાક સુધી ચાલેલી ગોળીબારીમાં ભારતીય સુરક્ષાદળઓએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ આતંકી અભિયાનમાં ભારતીય સેનાના એક કર્નલ, એક મેજર, બે જવાન અને એક પોલીસના ઉપ-નિરીક્ષક શહીદ થયા હતા.
આતંકીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા પાંચ સુરક્ષાદળો પર રમત ગમત વિભાગે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટ કરી લખ્યુ કે, ' જે કોઇ પણ પરિસ્થિતિમાં પોતાના કામને ન ભુલે તે દેશના સાચા હિરો છે. તેના બલિદાનને ન ભુલવુ જોઇએ. હું સેનાના એ જવાનને નમન કરૂ છું. પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છુ અને હુ તેની શાંતીની કામના કરૂ છુ. જય હિંદ
ભાજપના સાસંદ અને ભારતીય ટીમના ભૂતપુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ટ્વિટ કરી લખ્યુ કે, ' અસલી હીરો કોન છે? એક્ટર, ખેલાડી, નેતા? ના માત્ર સૈનિક જ અસલી હીરો છે. સૈનિકોના માતા પિતાને સલામ'
વીરેન્દ્ર સેહવાગે લખ્યુ કે. 'મારી પાસે શબ્દ નથી, તે માતા-પિતા ભગવાન છે! નમન