ક્રાઇસ્ટચર્ચઃ એક વાર ફરીથી બેટ્સમેનોએ નિરાશાજનક રમત રમતા ભારતની ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં હાર થઈ હતી. પરાજય બાદ કેપ્ટન કોહલીએ કહ્યું કે, અમે હારના કોઇ બહાના નહીં આપીએ અને કોહલીએ સ્વીકાર્યું હતું કે, બીજા દિવસે બોલરોએ સારૂ પ્રદર્શન કર્યુ હતુ અને અમે મેચમાં પરત ફર્યા હતાં. પરંતુ બેટ્સમેનોએ ફરી નિરાશ કર્યા. કોહલીએ જણાવ્યું કે, અમે હારને સ્વીકારીએ છીએ અને અમે ટેસ્ટ મેચમાં જે પ્રમાણે રમવા ઇચ્છતા હતા. તે પ્રમાણે અમે રમી શક્યા ન હતા.
કોહલીએ હાર માટે બેટ્સમેનોને ગણાવ્યાં જવાબદાર, કહ્યું બેસટ્મેનોએ ફરી નિરાશ કર્યા - કહ્યું કે બેસટ્મેનોએ ફરી નિરાશ કર્યા
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરિઝમાં ભારતનો 0-2થી પરાજય થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિક્ટમાં અમે જે પ્રમાણે રમવા ઇચ્છતા હતા તે પ્રમાણે અમે રમી શક્યા નહતા.
કોહલીએ હાર માટે બેટ્સમેનોને ગણાવ્યાં જવાબદાર
બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 242 રન બનાવ્યા હતા, જો કે તેમ છતાં બોલરોના સારા પ્રદર્શનને કારણે ન્યૂઝીલેન્ડને 235 રન પર જ રોકી રાખ્યું હતું. બીજી ઈનિગ્સમાં ભારતીય ટીમ 124 રનમાં ઓલઆઉટ થઈ જતાં ન્યૂઝીલેન્ડને 132 રનનો લક્ષ્યાંક મળ્યો હતું. જેને ન્યૂઝીલેન્ડે 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.