ગુજરાત

gujarat

ETV Bharat / sports

T-20 રેન્કિંગ: રાહુલ બીજા સ્થાને, બુમરાહની લાંબી છલાંગ, વાંચો યાદી - કે.એલ રાહુલ

ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) સોમવારે T-20 રેન્કિંગ જાહેર કરી છે. ભારતીય બેટ્સમેન કે.એલ રાહુલ આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. બોલર્સની યાદીમાં બુમરાહને 26 સ્થાનનો ફાયદો થયો છે.

icc
રાહુલ

By

Published : Feb 3, 2020, 7:27 PM IST

દુબઇ: ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે ન્યૂઝીલેન્ડની સામે 5 મેચની T-20 સીરિઝમાં શાનદાર બેટિંગ કરતા 244 રન બનાવ્યા હતા.

રાહુલ

લોકેશ રાહુલે 823 અંકની સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. રોહિત શર્માને ત્રણ સ્થાનનો ફાયદો થતા 10માં સ્થાને, મનીષ પાંડે 58માં સ્થાને આવી ગયો છે.

ICC T-20 રેન્કિંગ
ICC T-20 રેન્કિંગ

પાકિસ્તાનનો બાબર આઝમ 879 અંકની સાથે ટોચના સ્થાને યથાવત છે. ટોપ 10માં કેપ્ટન વિરાટ કોહલી 6માં સ્થાને છે.

બોલર્સમાં જસપ્રીત બુમરાહ 26 સ્થાનની છલાંગ લગાવીને 11માં સ્થાને પહોંચી ગયો છે. ચહલને 10 સ્થાનનો ફાયદો થતા 30માં સ્થાને આવી ગયો છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પ્રથમ સ્થાને છે.

ABOUT THE AUTHOR

...view details