હૈદરાબાદ: શુક્રવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગના દિગ્ગજ ખેલાડી કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને સારવાર અર્થે દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવની સારવાર દિલ્હીની હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઈ છે.
કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો
1983માં ભારતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.
કપીલ દેવે 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી છે
કપિલે ભારત તરફથી 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેમને ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ લીધી છે. વનડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેમણે 3,783 રન બનાવાની સાથે 253 વિકેટ પણ લીધી હતી. કપિલ દેવે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1994માં ફરિદાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી.
આ પણ વાંચો- 25 જૂન, 2020 -37 વર્ષ પહેલા 1983માં ભારત વેસ્ટ ઈન્ડિઝને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું
ભારતીય ક્રિકેટ માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. કેમકે આજથી 37 વર્ષ પહેલા 25 જૂન, 1983ના રોજ કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ટીમે લોર્ડ્સ ખાતેની ફાઇનલમાં ફેવરિટ વેસ્ટ ઇન્ડિઝને 43 રને હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન બની લાખો લોકોમાં ક્રિકેટપ્રેમીઓને ખુશ કર્યા હતાં. આજે 1983ની ઐતિહાસિક જીતને 37 વર્ષ પૂરા થયા છે.