ગુજરાત

gujarat

By

Published : Mar 5, 2020, 1:31 PM IST

ETV Bharat / sports

કેપ્ટન હરમનપ્રીત પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ ખુશ નથી, જાણો કારણ

મહિલા T-20 વિશ્વકપની પ્રથમ સેમિફાઇલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ રદ થઇ છે. આ સાથે ભારત પ્રથમવાર T-20 વિશ્વકપની ફાઈનલમાં પહોચ્યું છે. આંતરાષ્ટ્રીય મહિલા દિવસે એટલે 8 માર્ચે આ ફાઈનલ રમાશે. આ દિવસે ભારતીય કેપ્ટન હરમનપ્રીમ કૌરનો જન્મદિવસ પણ છે. ફાઈનલ મેચ અંગે હરમને કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, મોસમના કારણે સેમિફાઈનલ ન રમાઇ શકી, પરંતુ તમે નિયમોની સામે કઇ પણ ન કરી શકો, પણ ભવિષ્યમાં સારુ રહેશે કે, મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવે.

Its
કેપ્ટન

સિડની: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા T-20 વિશ્વકપની પ્રથમ સેમિફાઈનલ વરસાદના કારણે રદ થઇ ગઇ છે. આ મેચમાં વરસાદના કારણે ટોસ પણ નહતો થઇ શક્યો. ભારત ગ્રુપ-Aમાં ચારેય મેચ જીત્યું હતું. જેથી ગ્રુપ સ્ટેજમાં 8 પોઈન્ટ્સ હતાં. જ્યારે ઇંગ્લેન્ડ 4માંથી 3 મેચ જીત્યું હતું અને એટલે એના 6 પોઈન્ટ્સ હતા. જેથી ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઇન્ડિયા 8 માર્ચના રોજ ફાઇનલ રમવા મેદાને ઉતરશે, ત્યારે કેપ્ટન હરમનપ્રીત કોરનો જન્મદિવસ છે, તેમજ વુમન્સ ડે પણ છે.

ભારતની વિશ્વકપમાં સફળ

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, વિશ્વકપમાં સારા પ્રદર્શનનો શ્રેય આખી ટીમને જાય છે. આશા છે કે, ભારતીય ટીમ ફાઈનલમાં સારુ પ્રદર્શન કરી ટ્રોફી જીતશે. વિશ્વકપમાં શેફાલીએ સ્મિૃતિ મંધાનાએ સારી શરૂઆત અપાવી છે. ફાઇનલ વિશે હરમનપ્રીમ કૌરે કહ્યું કે, સારી શરૂઆત મળવી મહત્વપૂર્ણ છે. T-20 ક્રિકેટ નાનું ફોર્મેટ છે. જેથી દબાણમાંથી બહાર આવવું મુશ્કેલ હોય છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રુપ સ્ટેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યું હતું. જે બાદ બાંગ્લાદેશ સામે ભારતનો 18 રને વિજય થયો હતો. વિશ્વકપની ત્રીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 3 રને હરાવી સેમિફાઇલમાં એન્ટ્રી મારી હતી. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં શ્રીલંકા સામે ભારતનો 7 વિકેટે વિજય થયો હતો.

ABOUT THE AUTHOR

...view details