નવી દિલ્હીઃ IPLની 13મી સિઝનનું શેડ્યુલ રવિવારે જાહેર કરવામાં આવશે. જ્યારે 19 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટ યોજાવાની છે.
આ પહેલા IPL શેડ્યુલને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારે છેલ્લે BCCI તેને જાહેર કરવામાં આટલો વિલંબ શા માટે કરી રહી છે. જ્યારે ટૂર્નામેન્ટની શરૂઆત 19 સપ્ટેમ્બરે થવાની છે. અમુક ફ્રેન્ચાઇઝીએ પણ ભારતીય બોર્ડને જલ્દીથી જલ્દી શેડ્યુલ જાહેર કરવાની અપીલ કરી હતી, તેથી બધી ટીમ તે પ્રમાણે પ્લાન કરી શકે.
BCCI એ હાલમાં જ અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરી હતી અને કાર્યક્રમ તથા અવર-જવરને લઇને બધા મુદ્દાઓનું નિવારણ લાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર્યક્રમમાં મોડું થવાનું કારણ અબુધાબીમાં કોવિડ-19ના વધતા જતાં કેસ હોય શકે છે. કારણ કે, અબુધાબીમાં પણ લીગના મૅચ રમાવાના છે. આ ઉપરાંત દુબઇ અને શારજાહમાં પણ મૅચ રમાશે. ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇને 53 દિવસ સુધી ચાલશે.
IPL ફાઇનલ 10 નવેમ્બરે હશે. આ વખતે IPLના ડબલ હેડર (એક દિવસમાં બે મૅચ) રમાશે. આ વખતે સાંજના મૅચ 7.30 કલાકથી રમાશે. આયોજકોએ નિયમિત સમયથી 30 મિનિટ આગળ આવવાનો નિર્ણય કર્યો છે, જે પહેલા રાત્રે 8 કલાકે હતો.