142 વર્ષના ઈતિહાસમાં રાંચીમાં બીજો ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમના ખેલાડીઓએ મેચ પહેલા પ્રેકટીસ સેશનમાં ભાગ લીધો હતો. પરંતુ રાંચીના દર્શકો ધોનીને જોવાનું પસંદ કરતા હતા. જેના કારણે આ મેચને જોવા માટે ટિકીટની વહેચણી ઓછી થઈ છે.
રાંચી ટેસ્ટમાં જશે ઘોની, ખેલાડીઓ સાથે થઈ શકે મુલાકાત - JSCA Stadium in Ranchi
રાંચી : ભારતીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ શનિવારના રોજ રાંચીમાં રમાશે. મેચ પહેલા પ્રશ્ર ઉભો થયો છે કે, રાંચીમાં મેચ હશે પરંતુ ધોની ક્યાં છે ?
આપને જણાવીએ કે , ઘોની વર્લ્ડકપ 2019 બાદ ટીમથી બહાર છે. જેના કારણે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ઘોની ભારતીય ખેલાડીઓને આ ટેસ્ટ મેચ દરમિયાન મળી શકે છે. ઝારખંડ ક્રિકેટ એસોશિએશને ઘોનીને ત્રીજા ટેસ્ટ મેચમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતુ. જેનું ઘોનીએ સ્વીકાર કર્યો છે. ત્યારે સ્ટેડિયમમાં દર્શકોની ભીડ પણ જોવા મળી શકે છે.
વર્લ્ડ કપ બાદ વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ રમાયેલી સીરિઝ પહેલા ઘોનીએ 2 મહિના માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન તેમણે 15 દિવસ કશ્મીરમાં તેમની બટાલિયનની સાથે ટ્રેનિંગ લીધી હતી. ત્યારે BCCIના નવા અધ્યક્ષ બનાવવા જઈ રહેલા ગાંગુલીએ કહ્યું કે, બાંગ્લાદેશ વિરુદ્ધ સીરિઝ માટે ભારતીય ટીમ પ્રવાસ સમયે તે સિલેક્ટર્સને ઘોની વિશે સવાલ પુછ્યા હતા.