ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક અને સ્પર્ધાત્મક બનાવવા માટે ICCએ આ પહેલ કરી છે. ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનું પ્રથમ એડિશન જૂન 2021 સુધી ચાલશે. જ્યારે ફાઈનલ મેચ જૂન 2021માં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. તો બીજી તરફ આ એડિશનના સમાપ્ત થયા બાદ બીજા એડિશનની શરૂઆત શરૂ થશે, જે એપ્રિલ 2023 સુધી ચાલશે.
ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવા માટે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ કરવાનું એલાન કર્યું હતુ. ICC ને આ ચેમ્પિયનશિપનો વિચાર 2009માં આવ્યો હતો. 2010માં આ વિચારને સ્વીકૃતિ આપવામાં આવી હતી. ICC ઈચ્છતું હતું કે, 2013માં આની શરુઆત કરવામાં આવે. પરંતુ કેટલાક કારણોને લીધે આ શક્ય બન્યું નહોતું અને હવે આની શરૂઆત 1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ વર્સેસ ઓસ્ટ્રેલિયાની મેચથી થશે.
કેટલી ટીમ ભાગ લેશે...
ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ રેંકિંગમાં ટોચના 9 દેશો વચ્ચે 2 વર્ષ સુધી ચાલશે. આ દરમિયાન બધી જ ટીમ 6 ટેસ્ટ સીરિઝ રમશે. જેમાં 3 સીરિઝ તેઓ ઘરમાં અને 3 વિદેશમાં રમાશે. જો કે, આ ચેમ્પિયનશિપ રાઉન્ડ-રૉબિન આધાર પર નહીં હોય, જેમાં બધી જ ટીમનો એકબીજાની વિરુદ્ધ રમવાનું જરૂરી હોય છે. અંતે જે 2 ટીમના સૌથી વધુ પોઈન્ટ હશે તેઓ વચ્ચે ઈંગ્લેન્ડમાં જૂન 2021માં ફાઈનલ રમાશે.
આ સીરિઝમાં કુલ 120 પોઈન્ટ હશે જે દરેક મેચના આધારે નક્કી કરવામાં આવશે. 1-2 ટેસ્ટ મેચની સીરિઝમાં મહત્તમ 60 પોઇન્ટ પ્રાપ્ત કરી શકાશે. જ્યારે 5 મેચની સીરિઝમાં દરેક મેચમાંથી મહત્તમ 24 પોઈન્ટ મેળવી શકાશે. ટાઈ મેચમાં જીતેલા મેચ કરતા અડધા પોઈન્ટ મળશે. તો બીજી તરફ ડ્રો થવા પર જીતના પોઇન્ટનો ત્રીજા ભાગ હશે.
જાણો શું છે World Test Championship?
ટેસ્ટ | જીત | ટાઈ | ડ્રો | હાર |
2 | 60 | 30 | 20 | 0 |
3 | 40 | 20 | 13.3 | 0 |
4 | 30 | 15 | 10 | 0 |
5 | 24 | 12 | 8 | 0 |
જુઓ કોની વચ્ચે અને ક્યારે થશે ટક્કર...
ICC
| ટીમ | મેચ | હોમ | વિદેશ | આ દેશ સાથે મેચ નહીં |
1 | ભારત | 18 | 10 (દ.આફ્રિકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ) | 8 (વેસ્ટ ઈંડિઝ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) | પાકિસ્તાન, શ્રીલંકા |
2 | ન્યૂઝીલેન્ડ | 14 | 7 (ભારત, વેસ્ટ ઈંડિઝ, પાકિસ્તાન) | 7 (શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ) | ઈંગ્લેન્ડ, દ.અફ્રિકા |
3 | દ. આફ્રિકા | 16 | 9 (ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા) | 7 (ભારત, વેસ્ટ ઈંડિઝ, પાકિસ્તાન ) | બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ |
4 | ઈંગ્લેન્ડ | 22 | 11 (ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈંડિઝ, પાકિસ્તાન ) | 11 (દ.આફ્રિકા, શ્રીલંકા, ભારત) | બાંગ્લાદેશ ન્યૂઝીલેંડ |
5 | ઓસ્ટ્રેલિયા | 19 | 9 (પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ભારત) | 10 (ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, દ.આફ્રિકા) | શ્રીલંકા, વેસ્ટ ઈંડિઝ |
6 | શ્રીલંકા | 13 | 7 (ન્યુઝીલેન્ડ, ઇંગ્લેંડ, બાંગ્લાદેશ) | 6 (પાકિસ્તાન, દ. આફ્રિકા, વેસ્ટ ઈંડિઝ) | ભારત,ઓસ્ટ્રેલિયા |
7 | પાકિસ્તાન | 13 | 6 (શ્રીલંકા, બાંગ્લાદેશ, દ. આફ્રિકા) | 7 (ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ) | ભારત, વેસ્ટ ઈન્ડિઝ |
8 | વેસ્ટ ઇન્ડીઝ | 15 | 7 (ભારત, દ. આફ્રિકા, શ્રીલંકા) | 7 (ઇંગ્લેંડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ) | ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન |
9 | બાંગ્લાદેશ | 15 | 6 (ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ) | 9 (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા) | ઇંગ્લેન્ડ, દ. આફ્રિકા |