નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ચૂંટણીમાં ચકચાર મચી જવા પામી છે. શશાંક મનોહરનું માનવું છે કે, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ(EBC) અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ (CWI) વચ્ચે જે નાણાંની લેવડ-દેવડ કરવામાં આવી હતી, તે ચૂંટણીને લગતી હતી. જો કે, એથિક્સ ઓફિસરે તેમના દાવાને નકારી કાઢ્યો હતો.
ICC ઈલેક્શન: શશાંક મનોહરને ઝાટકો, કોલિન ગ્રેવ્સ બની શકે છે અધ્યક્ષ
ICC એથિક્સ અધિકારીએ એ માનવાનો ઈનકાર કર્યો છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (EBC) અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ(CWI) વચ્ચે જે નાણાંની લેવડદેવડ થઈ હતી, તે ચૂંટણી માટે હતી. જે બાદ કોલિન ગ્રેવ્સના ICC અધ્યક્ષ બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
શશાંક મનોહર
એક પત્રમાં ICCના જનરલ કાઉન્સિલની કચેરી અને કંપની સેક્રેટરીએ ICCના અધ્યક્ષને ટાંકીને EBC અને CWI લોન કેસ 30 એપ્રિલે એથિક્સ ઓફિસર સમક્ષ રજૂ કર્યો હતો.
તેમના આદેશમાં એથિક્સી અધિકારીએ હવે અધ્યક્ષની ચિંતાને નકારી કાઢી છે. તેમને કહ્યું કે, આ વ્યવહારમાં તેમને ચૂંટણીને જોડતી કોઈ કડી મળતી નથી.