બેંગ્લુરૂઃ ભારતની ટીમના બેટ્સમેન લોકેશ રાહુલે રોહિત શર્માના પ્રશંસા કરી કહ્યું કે, રોહિત ઘણીવાર મારી સાથે ઉભા રહ્યા છે. તેમણે પહેલા જણાવ્યું હતુ કે, બેટ્સમેન મારી તાકાત છે. જ્યારે રોહિત અને શિખર ધવનના કારણે વન-ડેમાં પોતાની બેટીંગને અલગ-અલગ જગ્યાએ ગોઠવી છે અને સારા વિકેટકીપર તરીકે પણ કામ કરી રહ્યા છે.
રાહુલએ કહ્યું કે, રોહિતના શબ્દ(ટી-20માં રાહુલ પહેલી પસંદ છે અને ત્યારબાદ મારી અને ધવન પર નિર્ણય લેવામાં આવશે) સાંભળીને મને આનંદ થયો. હુ તેમની બેટીંગનો ફેન છું. હુ તેમની સાથે ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યો છું.