નવી દિલ્હી: ભારતીય ટીમ ચાલુ વર્ષ ઓક્ટોબરમાં સૌથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ભારતીય ટીમ સૌથી પહેલા T-20 સીરિઝ રમશે અને ત્યારબાદ ટેસ્ટ અને વનડે સીરિઝ રમવા મેદાને ઉતરશે.
હિટમેન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં સુપરહિટ સાબિત થશે: માઈકલ હસી
ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ જનારી છે. જ્યાં T-20, વન-ડે અને ટેસ્ટ સીરિઝ રમશે, ત્યારે માઈકલ હસીએ કહ્યું કે, રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં સફળતા મળી શકે છે.
Hussey feels
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૌની નજર વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા પર છે. રોહિત શર્માએ હાલમાં ઓપનર બનતા ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. જેને લઈ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન માઈકલ હસીનું માનવું છે કે, હિટમેન રોહિત શર્મા ઑસ્ટ્રેલિયામાં સુપરહિટ સાબિત થઈ શકે છે.
આ પ્રવાસમાં સૌની નજર રોહિત શર્મા પર રહેશે. જેમણે ગત્ત વર્ષ ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓપનર બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કર્યું હતું.