ઉલ્લેખનીય છે કે, ચંદીગઢ ટ્રાઇસિટીથી તાનિયા અને હરલીન કૌર દેઓલની ભારતીય ક્રિકેટ ટીમમાં T 20 વિશ્વકપ માટે પંસદગી થઇ છે. હરલીનના પરિવારમાં કોઇ પણ સ્પોર્ટ્સ સાથે જોડાયેલું નથી. હરલીનના માતા પિતા ETV સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક છોકરી માટે માતા-પિતાને સંઘર્ષ કરવો પડે છે. જ્યારે તેમની છોકરી સ્પોર્ટ્સમાં હોય છે.
Exclusive: મહિલા ક્રિકેટર હરલીન કૌરના માતા-પિતા સાથે ETVની ખાસ વાતચીત
મોહાલી: પંજાબના મોહાલીની પ્રથમ મહિલા ખેલાડી હરલીન કૌરની T-20 વિશ્વકપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પંસદગી થઇ છે, ત્યારે ETV ભારતે હરલીનના માતાપિતા સાથે ખાસ વાતચીત કરી હતી. હરલીનના માતા પિતાએ સંધષના દિવસોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિશ્વકપમાં હરલીન સારું પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરશે.
મહિલા
તેમણે વધુમાં કહ્યું કે, હરલીનને સ્ટેડિયમમાં લઇ જવીએ પણ સંર્ઘષનો ભાગ છે, પરંતુ હરલીન શરૂઆતથી જ બેબાક રહી છે. હરલીનને અમે પૂરો સાથ આપ્યો છે. બીજી તરફ હરલીનના માતા-પિતાએ કહ્યું કે, હરલીન બાળપણથી જ ક્રિકેટ તરફ આકર્ષિત હતી અને તેની સાથે હરલીને બીજી રમતમાં પણ મેડલ મેળવ્યાં હતાં. હરલીનનું મહિલા વિશ્વકપ માટે પંસદગી થતા, તેના ઘરમાં એક ફંક્શન જેવો માહોલ બની ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, અમારી છોકરી વિશ્વકપમાં સારુ પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરશે.