સાઉથેમ્ટન: વેસ્ટ ઇન્ડિઝે સાઉથહેમ્પટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 3 ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ઈન્ગિંસમાં 200 રનના લક્ષ્યનો લઈ મેદાને ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન જેસન હોલ્ડર અણનમ 14 અને જૉન કૈપબેલ અણનમ 8 રનની ઇનિંગ્સ રમીને ટીમે મેચ જીતવા સુધી પહોંચાડી હતી. બેટ્સમેન બ્લૈકવુડના 95 રનની ભાગીદારીને લઈ વિન્ડિઝે આ લક્ષ્યને 6 વિકેટના નુકસાન પર મેળવી લીધો હતો. ઈગ્લેન્ડના જોફ્રા આર્ચરને ત્રણ વિકેટ, સ્ટોક્સ 2 અને માર્ક વુડની 1 વિકેટ મળી હતી.
ઈગ્લેન્ડની ટીમે પ્રથમ ઈન્ગિસમાં 204 રનનો સ્કોર કર્યો હતો, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમને 114 રનની લીડ મળી. ઈગ્લેન્ડ બીજા દાવમાં 199 રનની લીડ મેળવી હતી. ઈગ્લેન્ડથી મળેલા 200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝ ટીમ લંચ સમય સુધી 35 રન પર 3 વિકેટના નુકસાન પર રમી રહી હતી. લંચ બાદ ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે 47 અને એસ બ્રુક્સે 38 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસને 3, ડોમિનિક બેસે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.