નવી દિલ્હી: સુરેશ રૈનાએ આડકતરી રીતે આફ્રિદીને ટિ્વટર પર નિશાન બનાવતા લખ્યું કે, "હે ભગવાન, કેટલાક લોકો ચર્ચામાં રહેવા માટે શું શું કરે છે. એ પણ એવા દેશનો એક વ્યક્તિ છે, જે અર્થિક બીમારી વચ્ચે જીવી રહ્યો છે. જેથી સારું રહેશે કે કાશ્મીરને છોડી પોતોના નિષ્ફળ દેશ પર ધ્યાન કેન્દ્રિત કરો."
મહત્વનું છે કે, આફ્રિદીએ અગાઉ કહ્યું હતું કે, કાશ્મીરના લોકોના દુઃખને સમજવા માટે તમારે ધાર્મિક વિશ્વાસની જરૂર નથી, પરંતુ યોગ્ય જગ્યાએ દિલની જરૂર છે. આફ્રિદીના આ નિવેદન બાદ ટીકાનો દોર શરૂ થયો.
રૈનાએ લખ્યું કે, "હું ગૌરવપૂર્ણ કાશ્મીરી છું અને હંમેશા રહીશ, કાશ્મીર હંમેશા ભારતનો ભાગ જ રહેશે. જય હિન્દ." આ પહેલા શિખર ધવન, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને ગૌતમ ગંભીર આફ્રિદીના આ નિવેદનની ટીકા કરી હતી.
ધવને ટ્વીટ કર્યું કે, "આજે જ્યારે આખી દુનિયા કોરોના સાથે લડી રહી છે, ત્યારે તમારી પાસે હજી પણ કાશ્મીરનો મુદ્દો જ છે. કાશ્મીર અમારું હતું, અમારું છે અને અમારું રહેશે. ભલે તમે 22 કરોડ લાવો, પણ અમારા એક લાખ જ કાફી છે, બાકીની ગણતરી જાતે જ કરી લો. "
હરભજન અને યુવરાજે આફ્રિદી સાથેના બધા સંબંધોને તોડી નાખવાની વાત પણ કરી હતી. યુવરાજે ટ્વીટ કર્યું કે, "આફ્રિદીના અમારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેના નિવેદનથી હું ખૂબ નિરાશ છું. એક જવાબદાર નાગરિક હોવાને કારણે હું ભારત માટે રમ્યો છું, હું આવા શબ્દો સ્વીકારી શકતો નથી. પહેલા મેં અફ્રિદીની માનવતા માટે અપીલ કરી હતી, પણ હવે નહીં."
સ્ટાર ઓફ સ્પિનરએ કહ્યું કે, "સાચું કહું તો આફ્રિદી તારી માનવતા માટે તારી સાથે હતાં, જ્યાં તે વિકટ પરિસ્થિતિમાં માનવતા અને કોરોના વાઇરસથી પીડાતા લોકોની મદદ કરી હતી."
હરભજને આગળ કહ્યું કે, "આ એક બીમાર માણસ છે, જે આપણા દેશ વિશે આવું વિચારે છે. મારે એટલું કહેવાનું છે કે અમારે શાહિદ આફ્રિદી સાથે કંઈ લેવાદેવા નથી. આફ્રિદીએ દેશ અને તેની સરહદ પર વધુ ધ્યાન આપવું જોઈએ. મારે એટલું જ કહેવાનું છે કે આપણા દેશ વિરુદ્ધ જે કહેવામાં આવ્યું એ સહનશીલતાની બહાર છે અને હું આફ્રિદી સાથેના બધા સંબંધોને આજથી તોડી નાખું છું."
હું આ દેશમાં જન્મેલો છું અને આ દેશમાં મરીશ. હું આ દેશ માટે 20 વર્ષથી વધુ સમયથી રમ્યો છું અને દેશ માટે જ મેચ જીત્યો છું. મારા દેશ સામે કંઈપણ બોલવાનો કોઈને અધિકાર નથી.
રવિવારે ગંભીરે ટ્વિટર પર કહ્યું કે, "પાકિસ્તાન પાસે સાત લાખનું સૈન્ય છે, જેને 200 કરોડ લોકો સમર્થન આપે છે, આફ્રિદી 70 વર્ષથી કાશ્મીર માટે ભીખ માંગી રહ્યાં છે. આફ્રિદી, ઇમરાન અને બાજવા જેવા જોકર્સ ભારત અને વડાપ્રધાનની વિરુદ્ધ ઝેર ઓકી રહ્યાં છે, પરંતુ પાકિસ્તાનના વિનાશ સુધી પણ કાશ્મીર નહીં મળે. બાકી બાંગ્લાદેશ તો યાદ જ હશે."
નોંધનીય છે કે, શાહિદ આફ્રિદીની કેટલીક વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં સૈનિકો પણ સાથે જોવા મળે છે. દાવો કરવામાં આવે છે કે, શાહિદ થોડા દિવસો પહેલા પીઓકે ગયો હતો, ત્યાં પાકિસ્તાની સૈનિકોને મળ્યો હતો. આફ્રિદીએ એક ભાષણમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.