મુંબઇ : પૂર્વ મુખ્ય પસંદગીકાર શ્રીકાંતે શનિવારે કહ્યું કે, જો IPLની 13મી સીઝનનું આયોજન ન થયું તો ધોનીને ભારતીય T-20માં પરત ફરવુ મુશ્કેલ બની જશે.
આ વચ્ચે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ધોનીને લઇ કંઇક અલગ જ મંતવ્ય આપ્યુ છે. જેમાં તેને કહ્યું છે કે બે વાર વર્લ્ડ કપ જીતવનાર વિજેતા ટીમના પૂર્વ કેપ્ટન હજુ પણ ઘણુ આપી શકે તેમ છે.
ચેન્નઇ સુપર કિંગ્સ માટે રમતા ધોની શ્રીકાંતે એક ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું કે, 'હુ ક્લીયર કહું છું કે જો હું પસંદગીકર્તા સમિતિનો અધ્યક્ષ હોવ તો શું નિર્ણય લેત. જો IPLનું આયોજન ન થાય તો ધોનીના કમબેક પર પાણી ફરી જાય તેમ છે. ધોનીએ છેલ્લી મેચ જુલાઇમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલા વર્લ્ડ કપમાં રમી હતી.
વધુમાં જણાવતા શ્રીકાંતે કહ્યું કે, 'જો IPL નહીં યોજાઇ તો ધોનીને ટીમમાં પરત ફરવુ મુશ્કેલ બની જશે. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી પણ કહી ચુક્યા છે કે IPL ધોની માટે મહત્વપૂર્ણ છે.