ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિરાટે 77 રન બનાવ્યા છતાં ભારત ઈંગ્લેન્ડ સામે ન જીતી શક્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરિઝની ત્રીજી મેચમાં ઈંગ્ડેન્ડની જીત થઈ છે. ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટથી હરાવી દીધું હતું. મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડની સામે 157 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ઈંગ્લેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચ જીતતા ઈંગ્લેન્ડે 5 મેચની ટી20 સિરિઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

વિરાટે 77 રન બનાવ્યા છતાં ભારત ઈંગ્લેન્ડ સામે ન જીતી શક્યું
વિરાટે 77 રન બનાવ્યા છતાં ભારત ઈંગ્લેન્ડ સામે ન જીતી શક્યું

By

Published : Mar 17, 2021, 9:58 AM IST

Updated : Mar 17, 2021, 4:24 PM IST

  • વિરાટ કોહલીની 77 રનની ઈનિંગનો કોઈ ફાયદો ન થયો
  • ઈંગ્લેન્ડની ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો
  • ઈંગ્લેન્ડે 5 મેચની સિરિઝમાં 2-1ની લીડ બનાવી લીધી

આ પણ વાંચોઃIPL-2021: સંજય બાંગર RCBના નવા બેટિંગ કોચ બન્યાં

હૈદરાબાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરિઝની ત્રીજી મેચમાં ઈંગ્ડેન્ડની જીત થઈ છે. ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટથી હરાવી દીધું હતું. મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા મોર્ગન એન્ડ કંપનીની સામે 157 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ઈંગ્લેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચ જીતતા ઈંગ્લેન્ડે 5 મેચની ટી20 સિરિઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

આ પણ વાંચોઃરોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની સેમિફાઈનલમાં પહોંચ્યું દક્ષિણ આફ્રિકા

બે મેચમાં અડધી સદીની સાથે વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં જોવા મળ્યો

ભલે ત્રીજી મેચમાં ભારતની હાર થઈ હોય, પરંતુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં જોવા મળ્યો હતો. વિરાટ ચોથી નંબર પર આવીને 46 બોલમાં 77 રન બનાવ્યા હતા. વિરાટે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગો ફટકાર્યો હતો. જોકે, સતત બે મેચમાં અડધી સદીની સાથે વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.

Last Updated : Mar 17, 2021, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details