તાજેતરમાં રાજધાની દિલ્હી ખાતે યોજાયેલા આ માટેના પસંદગી કેમ્પમાં રાજસ્થાન લાયન્સની ટીમ તરફથી રમતા ડાંગના આ યુવકે બેસ્ટ વિકેટકિપર-કમ-બેટ્સમેન સાથે, બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી મેળવવા ઉપરાંત, અન્ડર-19 નેશનલ પ્લેયર્સ લીગમાં પસંદગી પામવા બદલનું સર્ટિફિકેટ પણ મેળવીને, તેના સપનાઓને સાકાર કરવાની ચાવી હાંસલ કરી લીધી છે.નેશનલ પ્લેયર્સ લીગના પસંદગીકારોએ આ કેમ્પમાં ડાંગ અને ગુજરાત તરફથી ભાગ લેવા ગયેલા આ એકમાત્ર યુવા ખેલાડીમાં વિશ્વાસ વ્યક્ત કરતા, તેને ભારતનો ભાવિ વિકેટકિપર-કમ-બેટ્સમેન ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સુજનસિંગ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ ખાતે નેશનલ પ્લેયર્સ લીગ માટેના યોજાયેલા પસંદગી કેમ્પમાં ચંદીગઢ એવેન્જર્સ સામે, રાજસ્થાન લાયન્સ તરફથી રમતા ડાંગના આ યુવાને માત્ર 21 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન ફટકાર્યા હતા. ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતા જીત કુમારે 142ના સ્ટ્રાઇક રેટ સાથે આ મેચમાં શાનદાર વિકેટકિપિંગ પણ કર્યું હતું. જેને લઇને તેને બેસ્ટ વિકેટકિપર-કમ-બેટ્સમેન સહિત બેસ્ટ સ્ટ્રાઇકરની ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગોવા ખાતે યોજાનારી નેશનલ પ્લેયર્સ લીગ ઉપર તેની નજર છે તેમ જણાવતા આ ડાંગી યુવકે, ડાંગ અને ગુજરાતને ક્રિકેટની રમતમાં ગૌરવ અપાવવાનાં તેના બુલંદ ઇરાદાને દોહરાવી, આ માટે તે સધન પ્રેક્ટીસ કરી રહ્યો છે, તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
જીત કુમારની સિદ્ધિઓ
1-નેશનલ પ્લેયર્સ લીગના સીલેક્શન કેમ્પમાં રાજસ્થાન લાયન્સ તરફથી રમતા
ડાંગના ક્રિકેટર જીત કુમારે બેસ્ટ વિકેટકિપર-બેટ્સમેનનો એવોર્ડ મેળવ્યો :
2-ચંદીગઢ એવેન્જર્સ સામેની મેચમાં ૧૪રની સ્ટ્રાઇક રેટ સાથે