સિડનીઃ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો શુક્રવારથી સિડનીમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન અગ્નિશામક દળ અને જંગલની આગમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપશે. ઓસ્ટ્રેલિયામાં સોમવારથી લાગેલી આગમાં ઓછામાં ઓછા 18 લોકોના મુત્યુ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ મેચ રમાશે પરંતુ તે શુક્રવારે જ રમાશે કે નહી રમાય તેનો નિર્ણય અમ્પાયર હવામાનની ગુણવત્તા અથવા દ્દશયતા જોયા પછી જ લેશે.
AUS vs NZ: ઓસ્ટ્રેલિયાના અગ્નિશામક જવાનોને શ્રદ્ધાંજલિ આપશે ક્રિકેટરો
ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી શરુ થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા બંને ટીમો એક મિનિટ માટે ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓને બિરદાવશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ પીટર રોચે કહ્યું કે, વરસાદની જેમ વધારાના સમય ઉમેરવાના અને પરીક્ષણોને સ્થગિત કરવાના નિયમો છે. તેમજ તેમણે વધુમાં કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આખા દિવસની રમત રમાશે. શુક્રવારથી શરુ થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં બંને ટીમો એક મિનિટ માટે ઇમરર્જન્સી સર્વિસના કર્મચારીઓને બિરદાવશે. તેમજ સાથે જે લોકોના મોત થયા છે તેમને શ્રદ્ધાજંલિ આપવા માટે ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને રમશે.
ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર અને કેપ્ટન ટિમ પેને કહ્યું કે, ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો વતી અમે આગ સાથે લડનારા બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. તેમજ કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે પરિસ્થિતિ જલ્દી જ સુધરી જાય અને આગ પર જલ્દીથી કાબુ મેળવી લેવાય.