ગુજરાત

gujarat

ETV Bharat / sports

COVID-19 : જોસ બટલરે તેની ખાસ જર્સીની કરી હરાજી, હોસ્પિટલ માટે એકઠા કર્યા 60 લાખ રૂપિયા - જોસ બટલર

જોસ બટલરે વર્લ્ડ કપ ફાઇનલમાં પહેરેલી ટીશર્ટની હરરાજીથી 65000 પાઉન્ડ એટલે કે 60 લાખ રૂપિયા એકઠા કર્યા છે. બટલરે આ સમગ્ર એકઠી થયેલી રકમ લંડનની એક હોસ્પિટલમા ફાળવી છે.

COVID-19 : જોસ બટલરે તેની ખાસ જર્સીની કરી હરરાજી, હોસ્પિટલ માટે એકઠા કર્યા 60 લાખ રૂપિયા
COVID-19 : જોસ બટલરે તેની ખાસ જર્સીની કરી હરરાજી, હોસ્પિટલ માટે એકઠા કર્યા 60 લાખ રૂપિયા

By

Published : Apr 8, 2020, 3:52 PM IST

લંડન : ઇંગ્લેન્ડના વિકેટકીપર અને બેટ્સમેન જોસ બટલરના ટી શર્ટની હરાજી કરવામાં આવી હતી. જેમાં એકઠી થયેલી રકમ તેને રાહત ફંડમાં ફાળવી હતી.

બટલરે આ ટીશર્ટ ગત વર્ષે લોર્ડસમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપના ફાઇનલમાં પહેરી હતી. આ મેચની સુપર ઓવરમાં ઇંગ્લેન્ડે રોમાંચક જીત મેળવી હતી.

આ મેચમાં જોસ બટલરે મહત્વની ભૂમીકા ભજવી હતી. તેઓએ ફાઇનલમાં અર્ઘશતક ઉપરાંત સુપર ઓવરના છેલ્લા બોલમાં માર્ટિન ગુપ્ટિલને રન આઉટ પણ કર્યો હતો.

જોસ બટલર

બટલરે આ એકઠુ થયેલુ ભંડોળ હોસ્પિટલમાં આપ્યું છે. જણાવી દઇએ કે બટલરે આ ટીશર્ટ હરાજી માટે એક વેબસાઇટ પર રાખ્યું હતું. આ ટીશર્ટ પર વર્લ્ડ કપ વિજેતા ટીમના તમામ પ્લેયરની સાઇન છે.

જેની બોલી મંગળવારના રોજ બંધ કરવામાં આવી ત્યા સુધીમાં 82 બોલીઓ લાગી હતી, જેમાં વિજેતાને 65100 પાઉન્ડનું ચૂકવણુ કરવુ પડશે.

ABOUT THE AUTHOR

...view details