ગુજરાત

gujarat

ETV Bharat / sports

મજૂર દિવસે CSK એ કર્યું ખાસ ટ્વીટ, સોશિયલ મીડિયા પર થયું વાઇરલ - ચેન્નઈ સુપર કિંગ્સ

CSK એ 1 મે ના રોજ એક ખાસ ટ્વીટ કર્યું છે. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યું છે.

ETV BHARAT
મજૂર દિવસે CSK એ કર્યું ખાસ ટ્વીટ, સોશિયલ મીડિયા પર થયું વાઇરલ

By

Published : May 1, 2020, 7:16 PM IST

હૈદરાબાદઃ 1 મે ની આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. આ દિવસ સંપૂર્ણ મજૂરોને સમર્પિત છે. આ ખાસ દિવસે IPL ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક ટ્વીટ શેર કર્યું. જેમાં ગ્રાઉન્ડસમેન સાથે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જોવા મળી રહ્યા છે.

CSKનો આ વીડિયો ખૂબ જૂનો છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોએ ફેન્સનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમા ધોની ગ્રાઉન્ડસમેનને પુરસ્કાર આપતા જોવા મળી રહ્યા છે. ગ્રાઉન્ડસમેન પણ ધોનીના હાથે પુરસ્કાર સ્વીકારીને ખૂશ દેખાઈ રહ્યા છે અને અંતે ધોનીની સાથે ફોટો પણ પડાવી રહ્યા છે.

CSKએ આ વીડિયોને શેર કરી મે દિવસની શુભેચ્છા પાઠવી છે. આ વીડિયો શેર કરી CSKએ કેપ્શન લખ્યું કે, દરવર્ષે IPLમાં તમારી કામગીરી માટે એક પણ શબ્દ નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના કારણે તમામ ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્થગિત અથવા રદ કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન ક્રિકેટર્સ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે અને ખૂબ મસ્તી પણ કરી રહ્યા છે. કોરોના વાઇરસના કારણે IPL 2020ને પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા ICC T-20 વર્લ્ડ કપમાં પણ ભયના વાદળો ફરી રહ્યાં છે. आ रहे हैं.

ABOUT THE AUTHOR

...view details