ગુજરાત

gujarat

ETV Bharat / sports

વન ડે સિરીઝમાંથી બહાર રહી શકે છે જસપ્રીત બુમરાહ - ઇંગ્લેન્ડ

ટી -20 શ્રેણી બાદ ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝમાંથી જસપ્રિત બુમરાહ બહાર રહી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝની શરૂઆત પહેલાં ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાંથી બહાર રહી શકે છે.

વન ડે સીરિઝમાંથી બહાર રહી શકે છે જસપ્રીત બુમરાહ
વન ડે સીરિઝમાંથી બહાર રહી શકે છે જસપ્રીત બુમરાહ

By

Published : Mar 2, 2021, 4:33 PM IST

  • ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઇને આવ્યા મોટા સમાચાર
  • હવે વન ડે સિરીઝમાંથી પણ રહી શકે છે બહાર
  • 23 માર્ચથી શરુ થશે વન ડે સિરીઝ

હૈદરાબાદ- જસપ્રીતના બહાર રહેવા માટે એક કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. બુમરાહને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી -20 શ્રેણીમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે અને તાજેતરમાં અંગત કારણો જણાવીને ચોથી ટેસ્ટમાંથી તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

23 માર્ચથી શરુ થશે વન ડે સિરીઝ

એક રિપોર્ટ અનુસાર બુમરાહ હવે વનડે સિરીઝથી બહાર રહી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝ 23 માર્ચ, મંગળવારથી શરૂ થવાની છે. આપનેે જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ભારતને નવા ખેલાડીઓને તક આપવાની નવો અવસર મળશે. 27 વર્ષીય તેજ બોલર જસપ્રીત બુમરાહ અત્યાર સુધીમાં 67 વનડે મેચ રમ્યા છે અને 25.33ની સરેરાશથી 108 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેમણે ઇંગ્લેન્ડ સામેની ચાર વનડે મેચમાં છ વિકેટ પણ ઝડપી છે.

4 માર્ચથી નમો સ્ટેડિયમમાં રમાશે ચોથી ટેસ્ટ મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 4 માર્ચથી મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. જો ભારત આ મેચ જીતી જશે અથવા ડ્રો કરી શકવામાં સફળ નીવડે છે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી જશે.

ABOUT THE AUTHOR

...view details